બેઠક:સ્ટેન્ડિંગમાં રેકોર્ડ 109 મુદ્દા હતા છતાં નવી 6 અર્જન્ટ દરખાસ્ત; 99 કરોડનાં કામો મંજૂર

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસ્તાઓ રિપેર અને ડામર કરાવવા અને સીસી કામ માટે અધધ 40.70 કરોડનો જંગી ખર્ચ કરાશે
  • રેલનગરના​​​​​​​ બાકી વિસ્તારોમાં રૂપિયા 6.74 કરોડના ખર્ચે પાણીની લાઈન નખાશે

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના એજન્ડામાં 109 મુદ્દા આવરી લેવાયા હતા આમ છતાં બેઠક મળી ત્યારે 6 અર્જન્ટ દરખાસ્ત કરી દેવાઈ હતી અને તેથી જ 115 મુદ્દાની અને 99 કરોડ કરતા વધુના કામોને એક જ ઝાટકે મંજૂરી આપી દેવાઈ છે. સ્ટેન્ડિંગમાં 35 લાખ રૂપિયા સીસી રોડ માટે જ્યારે 40.34 કરોડ રૂપિયા રિપેરિંગ, રિકાર્પેટ, એક્શન પ્લાન હેઠળ રસ્તાઓમાં ખર્ચ કરવામાં આવશે. ઝડપથી વિકસી રહેલા રેલનગર વિસ્તારમાં જ્યાં જ્યાં પાણીની લાઇન નથી ત્યાં પાણીની લાઈન નાખવા માટે 6.74 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

અલગ અલગ વિસ્તારોમાં ફૂટપાથ બનાવવા માટે 1 કરોડ, વોટરવર્કસના જુદા જુદા કામો માટે 9.66 કરોડ, પેવર બ્લોક માટે 75.76 લાખ, નવી પાણીની લાઈન નાખવા માટે 10.71 કરોડ રૂપિયા સહિતના 76.65 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે જ્યારે આવકોમાં દુકાન વેચાણના 15 કરોડ અને બોર્ડ કિઓસ્ક સહિતના 1.85 કરોડનો સમાવેશ થાય છે.જે અરજન્ટ દરખાસ્ત આવી છે તેમાં ભક્તિનગર રેલવે સ્ટેશન પાસેનો રોડ કે જે પહોળો કરવા મંજૂરી અપાઈ છે તે નવો રોડ બનાવવા નો 1.45 કરોડનો ખંચ મંજૂર કરાયો છે. તેમજ તે જ વિસ્તારમાં અંડરબ્રિજ પાસે કમ્પાઉન્ડ વોલ બનાવવા 49 લાખ ખર્ચાશે.

સ્ટેન્ડિંગ કમિટીમાં આ કામો મંજૂર કરાયા

ખર્ચ
વિગતરકમ રૂ.

નવી ડીઆઈ લાઈન

10,71,78,181
વોર્ડ ઓફિસ56,20,500
કંપાઉન્ડ વોલ95,01,110
સી.સી. કામ35,64,800
કાર્યક્રમ ખર્ચ9,58,092
રસ્તાકામ40,34,41,023
વોટરવર્કસ9,66,11,403
બગીચા3,14,96,740
કોમ્યુનિટી હોલ17,35,382
આંગણવાડી45,31,924
રોશની38,66,790
આરોગ્ય કેન્દ્ર97,01,170
ભૂગર્ભ ગટર7,72,10,497
મેનપાવર68,24,450
તબીબી સહાય23,40,558
રેનબસેરા80,36,500
ફૂટપાથ1,09,63,225
પાઈપગટર54,00,516
કુલ ખર્ચ76,65,59,611
આવક
ક્રિકેટ પિચ ભાડું34,418
ગાર્ડન જાળવણી18000
ફૂટ કોર્ટ24,06,006
કિઓસ્ક બોર્ડ1,85,08,981
હોર્ડિંગ2,24,00,000
સર્કલ8,88,303
દુકાન વેચાણ15,58,50,000
કુલ20,01,05,708
અન્ય સમાચારો પણ છે...