તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી, 53માંથી 13.75 કરોડ રૂપિયાની 51 દરખાસ્તને મજૂર કરાઇ

રાજકોટ11 દિવસ પહેલા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ.
  • કોરોનાકાળમાં વિવિધ કાર્યોની પાછળ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 6.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો

આજે રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. બેઠકમાં 53 દરખાસ્ત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ચર્ચા વિચારણાના અંતે 53 દરખાસ્ત પૈકી 51 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે કે 2 દરખાસ્તને પરત મોકલવામાં આવી હતી.

રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ હેઠળ આવાસોને ભાડે આપવાનું નક્કી કરાયું
51 દરખાસ્તમાં મહત્વની દરખાસ્ત અંગે વાતચીત કરવામાં આવે તો કોરોના કાળમાં વિવિધ કાર્યોની પાછળ મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 6.50 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે ખર્ચની રકમને બહાલી આપવામાં આવી છે. તો સાથે જ રેન્ટલ હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત પોપટપરામાં આવેલા 658 આવાસોને ભાડે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ બાબતનો કોન્ટ્રાક્ટ બેંગ્લોરની કંપનીને આપવામાં આવશે. સાથે જ મહાનગરપાલિકાને દુકાન વેચવા બદલ આઠ કરોડથી વધુ રૂપિયાની આવક થવા પામી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 13.75 કરોડ રૂપિયાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

વિદેશ ભણવા ઇચ્છુક વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવા માટે મનપાએ વેબસાઇટ જાહેર કરી
રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સિન મેળવી સુરક્ષિત થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર લિંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સિન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક- http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx છે. જેના પર વિદેશ ભણવા જવા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી આવતી ગાઈડલાઈન વેક્સિન આપવાની કામગીરી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...