તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પુનિતનગરમાં 5 કરોડના ખર્ચે રોડના નવિનીકરણ માટે સ્ટેન્ડિંગે મંજૂર આપી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11.96 કરોડ રૂપિયાના ખર્ચના કામોને બહાલી અપાઈ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક એક માસના અંતરે શુક્રવારે મળી હતી જેમાં 11 કરોડના કામોને બહાલી આપી છે, રૂ.5.64 કરોડની આવક માટે મંજૂરી અપાઈ છે. પુનિતનગરથી વગળ ચોક સુધીના રસ્તાને રી ડેવલપ કરવા માટે 5 કરોડ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે આવક તરીકે રૈયા ટી પી.ની 1698 ચોરસ મિટર જમીન નેશનલ સેમ્પલ સર્વે ઓફિસને 5.63 કરોડ રૂપિયાની લીઝ પર આપી આવક વધારાઈ છે. 2.98 કરોડના સફાઈકામના ટેન્ડરોને બહાલી અપાઈ છે તેમજ 99 લાખના ડી.આઈ. કામ મંજૂર કરાયા છે.

ફાયર શાખાને વધુ મજબુત બનાવવા માટે સાધનોના કોન્ટ્રાક્ટને પરવાનગી અપાઈ છે તેમજ બે કોમ્યુનિટી હોલને હોસ્પિટલ બનાવવા માટેના 67 લાખના ખર્ચને બહાલી અપાઈ છે. પીવાના શુધ્ધ પાણીની ગુણવત્તા જાળવવા માટે વોર્ડ નં. 14માં ગુરૂકુળ પમ્પિંગ સ્ટેશન માટે 74 લાખના ખર્ચે નવી લેબ ઉભી કરાશે. સરવાળે કુલ 39 મુદ્દાની બેઠકમાં 11.96 કરોડના ખર્ચ અને 5.64 કરોડ રૂપિયાની આવકને બહાલી અપાઈ છે. સૌથી મોટા ખર્ચમાં રસ્તાકામ, સોલિડ વેસ્ટ, ડી.આઈ. પાઈપ છે. જ્યારે કર્મચારી અને તેમના પરીવારને તબીબી સહાય માટે 12.72 લાખ રૂપિયા મંજૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...