તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ધોરણ 12 પાસ ડોક્ટર 10 વર્ષથી લોકોને દવા આપતો

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
યાજ્ઞિક ગજેરા - Divya Bhaskar
યાજ્ઞિક ગજેરા
  • હરિધવા રોડ પર શ્રીનાથજી ક્લિનિક ખોલી હતી

કોરોનાની મહામારી વચ્ચે શહેરના સ્લમ વિસ્તારમાં ડોક્ટર તરીકેનો રૂઆબ છાંડી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા નકલી ડોક્ટર્સને પકડવાની ઝુંબેશમાં પોલીસે વધુ એક નકલી ડોક્ટરને પકડી પાડ્યો છે.શહેરના હરિધવા રોડ, પુરુષાર્થ સોસાયટી મેઇન રોડ પર એક શખ્સ ડિગ્રી વગર ડોક્ટર તરીકે સારવાર આપી દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની ભક્તિનગર પોલીસને માહિતી મળી હતી. પોલીસે તપાસ કરતા શ્રીનાથજી ક્લિનિક નામની દુકાનમાં એક શખ્સ બેઠેલો જોવા મળ્યો હતો. પૂછપરછ કરતા તે શખ્સ દેવપરા સોસાયટીમાં રહેતો યાજ્ઞિક ભૂપતભાઇ ગજેરા હોવાનું જણાવ્યું હતું.

જ્યારે પોલીસે ડોક્ટર તરીકેની ડિગ્રી માગતા તે ગેંગેં ફેંફેં કરવા લાગ્યો હતો. બાદમાં તેને ઇન્દોરમાં સાડા ત્રણ વર્ષ આયુર્વેદનો અભ્યાસ કર્યો હોવાનું પણ રટણ રટ્યું હતું. જોકે તે અભ્યાસ અંગેની પૂરતી માહિતી કે પુરાવાઓ રજૂ કરી શક્યો ન હતો. પકડાયેલા નકલી ડોક્ટરની પૂછપરછ કરતા તે ધો.12 પાસ છે અને દસ વર્ષથી અહીં ક્લિનિક ખોલી આર્થિક લાભ મેળવવા દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હોવાની કેફિયત આપી છે.

અન્ય સમાચારો પણ છે...