ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા આજે સવારે 8 કલાકે માર્ચ-2022માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે ધો.12 સાયન્સનું 72.02% અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ જાહેર થયા બાદ હવે ધોરણ 10નું પરિણામ રાજ્યનું કેટલા ટકા રહેશે તેના પર સૌની નજર છે. ત્યારે દિવ્ય ભાસ્કરે’ ધોરણ 10ના પેપર ચેક કરનાર 50 શિક્ષક સાથે વાતચીત કરી હતી.
દર 100 વિદ્યાર્થીએ કેટલા ટકા વિદ્યાર્થી પાસ થાય છે અને કેટલા ટકા વિદ્યાર્થી ફેલ થયા છે તેની ગણતરી કરતા ધો.10નું વર્ષ 2022નું પરિણામ અગાઉના વર્ષ 2018, 2019 અને 2020માં આવેલા પરિણામ કરતા વધુ આવનાર હોવાનું તારણ નીકળ્યું છે. જોકે વર્ષ 2021માં કોરોના મહામારીને કારણે ધો.10ના દરેક વિદ્યાર્થીને માસ પ્રમોશન અપાયું હતું. માર્ચ-2022માં લેવાયલી ધોરણ 10ની પરીક્ષામાં રાજકોટમાં 46,839 અને રાજ્યમાં 9,64,529 વિદ્યાર્થી નોંધાયા હતા.
રાજ્યમાં 81 ઝોન, 958 પરીક્ષા કેન્દ્ર, 3182 પરીક્ષા સ્થળ અને 33,231 પરીક્ષા ખંડમાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જેનું આજે તારીખ 6 જૂને સવારે 8 કલાકે પરિણામ જાહેર થનાર છે. ત્યારે બોર્ડના ધોરણ 10ની પરીક્ષાના પેપર ચેક કરનાર શિક્ષકો સાથે થયેલી વાતચીત અને ચર્ચા દરમિયાન માસ પ્રમોશનને બાદ કરતા છેલ્લા ત્રણ વર્ષનું એટલે કે 2018, 2019 અને 2020ના વર્ષ કરતા વધુ પરિણામ આવનાર હોવાનું શિક્ષકોએ તારણ કાઢ્યું છે.
SSCનું પરિણામ આજે સવારે 8 વાગે, ક્યા વર્ષે કેટલું પરિણામ આવ્યું?
વિગત | 2018 | 2019 | 2020 |
પરિણામ | 67.5 | 66.97 | 60.64 |
નોંધાયેલા વિદ્યાર્થીઓ | 44,089 | 43,963 | 42,888 |
હાજર રહેલા વિદ્યાર્થીઓ | 43,969 | 43,865 | 42,612 |
A1 ગ્રેડ મળ્યો | 996 | 867 | 231 |
A2 ગ્રેડ મળ્યો | 3539 | 3,495 | 2,524 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.