પરિણામ:ધોરણ 10નું ઓનલાઇન રિઝલ્ટ જૂન અંતે, માર્ક્સ શીટ જુલાઈમાં, શાળાઓ ફોર્મ્યુલા પ્રમાણે માર્ક્સ અપલોડ કરશે

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધો.10નું પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સ્થાન પામેલા સભ્ય અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ. - Divya Bhaskar
ધો.10નું પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સ્થાન પામેલા સભ્ય અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ.

રાજ્યની શાળાઓમાં નવું સત્ર શરૂ થઇ ગયું છે, પરંતુ ધો.10ના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓનાં મનમાં પરિણામ ક્યારે જાહેર થશે અને માર્ક્સ શીટ ક્યારે હાથમાં આવશે એ જાણવાની ઉત્કંઠા પ્રવર્તી રહી છે, ત્યારે ‘દિવ્ય ભાસ્કરે’ ધો.10નું પરિણામ તૈયાર કરવાની કમિટીમાં સ્થાન પામેલા સભ્ય અને રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપ-પ્રમુખ જતીન ભરાડ સાથે ખાસ વાતચીત કરી અને વિદ્યાર્થીઓ અને વાલીઓના પ્રશ્નોના જવાબ મેળવ્યા.

ધો.10નાં પરિણામને લઈને જતીન ભરાડે કહ્યું હતું કે માસ પ્રમોશન આપ્યા બાદ વિદ્યાર્થીઓનાં પરિણામ તૈયાર કરવાની જવાબદારી સ્કૂલોને સોંપવામાં આવી છે. 17 જૂન સુધી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના માર્ક્સ તૈયાર કરીને શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઇન અપલોડ કરવામાં આવશે. 18મી જૂનથી શિક્ષણ બોર્ડ માર્ક્સ શીટના ફોર્મેટમાં શાળાઓએ મોકલેલા માર્ક ગોઠવશે. જૂનના અંત સુધીમાં ધો.10નું પરિણામ ઓનલાઈન જાહેર કરી દેવામાં આવશે અને જુલાઈના પ્રથમ સપ્તાહમાં દરેક વિદ્યાર્થીના હાથમાં માર્ક્સ શીટ હશે. જુલાઈમાં દરેક જિલ્લાઓમાં શિક્ષણાધિકારી અને શાળાઓમાં માર્કશીટની નકલ મોકલી દેવામાં આવશે.

સામયિક કે એકમ કસોટીમાં ગેરહાજર રહેલા વિદ્યાર્થી પણ પાસ થશે
મૂલ્યાંકન માટે પસંદ કરવામાં આવેલાં ધારાધોરણો કોવિડ-19ની પરિસ્થિતિ પહેલાંનાં શૈક્ષણિક વર્ષોના હોવાથી કોઈ ઉમેદવારની બાબતમાં નિયત કરેલા એક અથવા એકથી વધુ ધારાધોરણોના માપદંડોમાં ઉમેદવાર ઉપસ્થિત ન હોય એવું પણ બની શકે. આવા કિસ્સામાં માસ પ્રમોશનથી પાસ કરવાના હોવાથી બોર્ડ દ્વારા ખૂટતા માર્ક્સની તૂટ ક્ષમ્ય કરીને પાસ જાહેર કરવામાં આવશે.

શાળાઓ આ ફોર્મ્યુલા પ્રમાણે માર્ક્સ અપલોડ કરશે
ધો.10ના વિદ્યાર્થીઓનું 2 ભાગમાં મૂલ્યાંકન થશે, જેમાં ધો.9ની કસોટી અને ધો.-10ની એકમ કસોટીના આધારે 80 માર્ક્સનું મૂલ્યાંકન શાળાના મૂલ્યાંકનના 20 માર્ક્સમાંથી પરિણામ અપાશે. ધો.9ના સામયિક કસોટીમાંથી માર્ક્સ અપાશે. ધો.10ની ઓનલાઈન, ઓફલાઈન પરીક્ષાના 30 ગુણ, ધો.9ની કસોટીમાંથી મહત્તમ 20 માર્ક્સ અપાશે, ધો.10ની એકમ કસોટીમાંથી મહત્તમ 10 માર્ક્સ મળશે, શાળાના આંતરિક મૂલ્યાંકનના 20 માર્ક્સ રહેશે.

અન્ય સમાચારો પણ છે...