તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવક:STએ 5 દી’માં 126 એક્સ્ટ્રા બસ દોડાવી, 16 લાખની આવક થઇ, શ્રમિકોને વતન જવા 47, અન્ય 79 બસ દોડાવી

રાજકોટ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ એસ.ટી ડિવિઝને દિવાળીના તહેવારોને પગલે યાત્રિકોના ધસારાને પહોંચી વળવા એક્સ્ટ્રા બસ દોડાવવાનું આયોજન કર્યું હતું જેમાં તારીખ 9થી 13 નવેમ્બર દરમિયાન કુલ 126 કેટલી એક્સ્ટ્રા બસ દોડાવી યાત્રિકોને સરળ અને આરામદાયક પરિવહન સેવા પૂરી પાડી હતી. રાજકોટ એસ.ટી ડિવિઝનને બસના એક્સ્ટ્રા સંચાલનની અંદાજિત રૂ.16 લાખની આવક થવા પામી છે.રાજકોટ ડેપો દ્વારા પંચમહાલ, દાહોદ, ગોધરા સહિતના રૂટ પર શ્રમિકો-મજૂરોને પોતાના વતનમાં દિવાળી મનાવવા જવા માટે 47 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવી હતી. જેમાં રિઝર્વેશનની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી. માત્ર શ્રમિકોને માટે દોડાવેલી વધારાની બસોની એસ.ટીને રૂ. 7.25 લાખની આવક થઇ છે.

આ ઉપરાંત રાજકોટ બસપોર્ટ ખાતેથી પણ ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ જવા અમદાવાદ, વડોદરા, સુરત, અંબાજી, સોમનાથ, દીવ, નાથદ્વારા સહિતના રૂટ પર 79 બસ દોડાવવામાં આવી હતી. આમ રાજકોટ એસ.ટી ડિવિઝને પાંચ દિવસમાં કુલ 126 એક્સ્ટ્રા બસો દોડાવી અંદાજિત 16 લાખની આવક મેળવી છે. તહેવારો દરમિયાન એડવાન્સ બુકિંગ માટે બસ સ્ટેન્ડ અને બસપોર્ટ ખાતે સવારે 5થી રાત્રે 9 કલાક સુધી સાત કાઉન્ટર સતત ચાલુ રખાયા હતા અને હજુ આવતા રવિવારે એટલે કે 22 નવેમ્બર સુધી આ સુવિધા ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો