તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • ST Drivers And Conductors Will Now Be Super Spreaders In Rajkot, Thousands Come In Contact With Them Every Day But They Are Not Tested.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજકોટમાં હવે STના ડ્રાઈવરો-કંડક્ટરો બનશે સુપર સ્પ્રેડર, રોજ હજારોના સંપર્કમાં આવે છે છતાં તેમનું ટેસ્ટિંગ કરાતું નથી,બસપોર્ટ કોરોનાપોર્ટ બને તો નવાઇ નહીં

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • દિવ્યભાસ્કરના ઈમ્પૅક્ટ બાદ મંગળવારથી શરુ થશે ટેસ્ટિંગ
  • મુસાફરો કોવિડ ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા નજરે ચડ્યા

રાજકોટમાં સતત વધતા જતા કોરોના સંક્રમણે તંત્રની ચિંતા વધારી છે. રાજકોટ ઢેબર રોડ પર આવેલ બસ પોર્ટની દિવ્ય ભાસ્કરની ટીમે મુલાકાત લીધી હતી. જેમાં રાજકોટ એસટી બસ પોર્ટ પર આવતા મુસાફરો માટે ટેસ્ટિંગ વ્યવસ્થા કરી બુથ તૈયાર કરવામાં આવેલ છે જ્યારે બસના ડ્રાઇવર કે કંડક્ટર માટે સ્ક્રીનીંગ કે ટેસ્ટિંગ માટે કોઇ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. છેલ્લા 15 દિવસથી રાજકોટ બસ્પોર્ટ પર મુસાફરોની ભીડ અત્ત જોવા મળી રહી છે જો કે ગુજરાત બહાર રાજ્યમાંથી હાલ બસ આવતી ન હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.

મંગળવારથી શરુ થશે ટેસ્ટિંગ - ST ડિવિઝનના નિયામક
આ અંગે રાજકોટ ST ડિવિઝનના નિયામક યોગેશ પટેલ ને Divyabhaskar ડ્રાઇવર કંડક્ટરના ટેસ્ટિંગ અંગે સવાલ કરતા તેમણે જણાવ્યું હતું કે , ડ્રાઇવર કંડકરના ટેસ્ટિંગ માટે ગોઠવવામાં આવી રહી છે. આગામી 2 થી 3 દિવસ બાદ મંગળવાર સુધીમાં રોજ વર્કશોપ ખાતે ડ્રાઇવર કંડક્ટર ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજકોટ એસટી બસ પોર્ટમાં દિવસ દરમિયાન કુલ 1000થી વધુ બસની આવન-જાવન થતી હોય છે જેમાં લોકલ અને એક્સપ્રેસ બસનો સમાવેશ થાય છે. આ સાથે રાજકોટ એસટી ડિવિઝનમાં કુલ 3000 જેટલા ડ્રાઇવર કંડક્ટરનો સમાવેશ થાય છે જે પણ દરરોજ રાજ્યના અલગ અલગ શહેરોમાં અવર-જવર કરતા હોય છે. બસના કંડક્ટરનો મુસાફરો સાથે વધુ સંપર્ક થતો હોય છે જેમાં ટિકિટ આપ લે અને રૂપિયા લેતી વખતે સંપર્ક થવાથી સંક્રમણનો ભય સતાવે છે. માટે ડ્રાઇવર કંડકટરના ટેસ્ટ થવા ખૂબ જ જરૂરી છે.

મુસાફરો નિયમોનો ઉલાળીયો કરી રહ્યા છે
મુસાફરો નિયમોનો ઉલાળીયો કરી રહ્યા છે

મુસાફરો કોવિડ ગાઇડલાઇનનો ઉલાળીયો કરતા નજરે ચડ્યા
ઉલ્લેખનીય છે કે હોળી ધુળેટી પર્વ નજીક હોવાથી રાજકોટ બસપોર્ટ પર મુસાફરોની ભીડ ખૂબ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. મુસાફરોની ભીડ થી રાજકોટ બસપોર્ટ કોરોના પોર્ટ તરીકે સાબિત થાય તો નવાઇ નહિ. જો કે મોડે મોડે જાગેલ રાજકોટના એસટી તંત્ર દ્વારા બસપોર્ટ પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું મુસાફરો પાલન કરે તે માટે 3 સુપરવાઇઝર સહિત 5 લોકોની ટિમ તૈયાર કરવામાં આવી છે જે લોકો મુસાફરોને કોવિડ ગાઇડલાઇનનું પાલન કરાવશે જો કે આમ છતાં પણ બસપોર્ટ પર હજુ ઘણા મુસાફરો નિયમોને નેવે મૂકી કોવિડ ગાઇડલાઇનનો ઉલાળીયો કરી રહ્યા છે.

બસપોર્ટ કોરોનાપોર્ટ બને તો નવાઇ નહીં
બસપોર્ટ કોરોનાપોર્ટ બને તો નવાઇ નહીં
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો