તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:નાથદ્વારા અને દીવ જવા કાલથી ST બસ શરૂ થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નિગમે અન્ય રાજ્યોમાં બસ દોડાવવાનું શરૂ કર્યું

કોરોનાની બીજી લહેર દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પરિવહન સેવા બંધ કરી હતી પરંતુ કેસમાં ઘટાડો થતા હવે એસ.ટી નિગમ અન્ય રાજ્યોમાં ફરી બસ સેવા શરૂ કરી રહ્યું છે. રાજકોટથી દીવ અને નાથદ્વારા જવા માટે તારીખ 17 જૂનને ગુરુવારથી બસ શરૂ કરાશે. રાજકોટથી દીવ જવા માટે રાત્રે 19.45 કલાકે અને રાજકોટથી નાથદ્વારા જવા માટે એસ.ટીની સ્લિપર કોચ સાંજે 16.30 કલાકે ઉપડશે. હવે કોરોનાની બીજી લહેર પણ કાબૂમાં આવતાં જ રાજ્યના માર્ગ અને પરિવહન વિભાગે અન્ય રાજ્યો વચ્ચે દોડતી એસ.ટી બસ સેવાને ફરીવાર શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં નિયંત્રણો હળવા થતાં જ ગુજરાત એસ.ટીના જુદા જુદા ડેપોમાંથી અગાઉ ઉપડતી અન્ય રાજ્યોની બસ સેવા ફરી શરૂ કરવા નિર્ણય લેવાયો છે. માર્ચ 2020 પછી આજ દિન સુધી સરકારની ગાઈડલાઈન પ્રમાણે મર્યાદિત સંચાલન હાથ ધરવાને કારણે નિગમની આવકમાં સૌથી મોટું નુકસાન થયું છે.સંક્રમણ ઘટતા હવે એસ.ટી બસમાં પણ 60 ટકાથી વધુ કેપેસિટીમાં મુસાફરો બેસાડવાની છૂટ આપવામાં આવી છે. રાજકોટ એસ.ટી ડેપોમાંથી ઉપડતી એસ.ટી બસમાં પણ યાત્રિકોનો ટ્રાફિક ધીમે ધીમે વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...