મુસાફરોનો ધસારો:એસટી બસ સિવિલ પાસેના બ્રિજ નીચેથી ચાલશે, ભાડું રૂ.2 ઘટાડાયું

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુવાડવા તરફથી આવતી બસના મુસાફર જ્યુબિલી ચોક ખાતે ઉતરી શકશે : અમદાવાદ, જામનગર જતી વખતે બસ બ્રિજ નીચેથી મળશે

સિવિલ હોસ્પિટલ ખાતે બનતા બ્રિજના કામને કારણે છેલ્લા કેટલાક સમયથી એસટી બસ ફરી ફરીને ચાલતી હતી. હવે આ બ્રિજ ખુલ્લો મુકાતા રાજકોટથી અમદાવાદ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી ગયું છે. તેમજ જે વધારાનું રૂ.2 ભાડું લગાવવામાં આવ્યું હતું તે હવે રદ કરવામાં આવશે. આ સિવાય જામનગર જતી બસ પણ બ્રિજ નીચેથી મળી જશે. વળતા આ બન્ને રૂટના મુસાફરોને જ્યુબિલી ચોક ખાતે ઉતરવાનું રહેશે. તેમ એસટી વિભાગીય નિયામક વડા જે.બી. કલોતરાએ જણાવ્યું છે.

વધુમાં તેને માહિતી આપતા જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ ચોક ખાતે આર્મ ફ્લાય ઓવરબ્રિજની કામગીરી પૂરી થતા હવે રાજકોટ બસપોર્ટથી અમદાવાદ તરફ જતી બસનું 4.30 કિ.મી.નું અંતર ઘટી જાશે. તેમજ હવે રાજકોટથી અમદાવાદ જતી બસના મુસાફરોને બ્રિજ નીચે ઊભા રહેવાનું રહેશે તથા અમદાવાદથી રાજકોટ તરફ આવતા હોસ્પિટલ ચોક ઓવરબ્રિજ થઈને સંચાલન કરવાનું રહેશે. રાજકોટથી જામનગર તરફ જતા હોસ્પિટલ ચોક ખાતે ઓવરબ્રિજ નીચે ઊભેલા મુસાફરોને લેવાના રહેશે. તથા જામનગરથી રાજકોટ તરફ આવતા મુસાફરોને જ્યુબિલી ચોક પાસે ઉતારવાના રહેશે.

તહેવાર પર વધારાની 30 બસ 10 દિવસ દોડાવાશે
આજથી શરૂ થતા દિવાળી પર્વને કારણે બસમાં મુસાફરોનો ધસારો વધારે જોવા મળે છે. આ વધારાના ટ્રાફિકને પહોંચી વળાય તે માટે વધારાની બસ ફાળવવામાં આવી છે. વધારાની કુલ 30 બસ ફાળવવામાં આવી છે. જે આજથી અમદાવાદ, પંચમહાલ, સુરત સહિત લાંબા રૂટ પર ચાલશે. જ્યારે બેસતા વર્ષથી જૂનાગઢ, જામનગર, મોરબી, ભાવનગર, સોમનાથ રૂટ પર ચાલશે. આ વધારાની બસનું સંચાલન 30 ઓક્ટોબર સુધી રહેશે.

અન્ય સમાચારો પણ છે...