ભાસ્કર રિયાલિટી ચેક:ST બસમાં ફર્સ્ટ એડ બોક્સ છે પણ ખાલીખમ, ફાયર એક્સટિંગ્વિસર મુક્યું તે પણ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
બસમાં ફર્સ્ટ એડ બોકસ માત્ર દેખાવ પૂરતું જ - Divya Bhaskar
બસમાં ફર્સ્ટ એડ બોકસ માત્ર દેખાવ પૂરતું જ
  • એસટી બસમાં સાધનોના અભાવથી મુસાફરી અસલામત જણાય તેવી પરિસ્થિતિ

એસટી નિગમની જૂનાગઢ અને વડોદરા વિભાગની બસમાં આગ લાગ્યા બાદ એસટી નિગમે આગ લાગ્યા બાદ કૂવો ખોદવા બેઠી છે. 19 મેના રોજ પરિપત્ર જાહેર કર્યો જેમાં ડ્રાઈવર અને કંડક્ટરને ફાયર એક્સટિંગ્વિસરના વપરાશ માટેની તાલીમ આપવા આદેશ કરાયો છે. ભાસ્કરની ટીમે મંગળવારે એસટી બસપોર્ટની બસમાં રિયાલિટી ચેકમાં બહાર આવ્યું હતું કે, એસટી બસમાં ફર્સ્ટ એડ બોક્સ તો હતા પરંતુ તેમાં સાધનો ગાયબ હતા. કેટલીક બસમાં ફાયર એક્સટિંગ્વિસર ઈમર્જન્સી ઉપયોગમાં લઈ શકાય તેવી હાલતમાં નહીં. આગના બનાવ બાદ એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટરને ફાયર એક્સટિંગ્વિસરનો વપરાશ કેમ કરવો તેની તાલીમ આપીને સંતોષ માની લીધો છે.

બસમાં ફર્સ્ટ એડ બોકસ માત્ર દેખાવ પૂરતું જ
વાંકાનેર-રાજકોટ રૂટની બસમાં ફર્સ્ટ એડ બોક્સ હતું. આ બોક્સ ખોલીને જોવામાં આવતા તેમાં ફર્સ્ટ એડના કોઇ સાધનો હતા જ નહીં. એટલું જ નહિ આ બસમાં ઈમર્જન્સી એક્ઝિટની બારી સાવ જર્જરિત હાલતમાં હતી.જ્યાં કોઈ બેસે તો તે ઈજાગ્રસ્ત બની શકે. બસમાં મુસાફરોની સુરક્ષ માટે મેડિકલ કિટ રખાઇ છે.

બિનઉપયોગી અગ્નિશામક યંત્ર
રાજકોટ- ધારી રૂટની બસમાં ફાયર એક્સટિંગ્વિસર હતું પરંતુ લાંબા સમય સુધી તેનું રીફિલિંગ કે તેનો વપરાશ ન થયો હોય તેવી હાલતમાં હતું. સાફ સફાઈ કરવામાં આવે ત્યાં સુધીમાં જ ઘણો સમય ચાલ્યો જાય તેવી પરિસ્થિતિ હતી. નિયમીત રિફિલીંગનો અભાવ હતો.

કચરા પેટી હતી પરંતુ ફાયર એક્સટિંગ્વિસર નહિે
માંગરોળ-રાધનપુર રૂટની બસમાં ડ્રાઈવરની સીટથી આગળ કચરા પેટી જોવા મળી હતી. પરંતુ ફાયર એક્સટિંગ્વિસર હતું નહિ. જો આકસ્મિક આગ લાગે તો મુસાફરોનો જીવ જોખમમાં મુકાઈ તેવી સ્થિતિ સર્જાઈ શકે.

ફર્સ્ટ એડનો ઉપયોગ એટલો બધો નથીં
રાજકોટ ડેપોની બસમાં દર મહિને ચેકિંગ થતું હોય છે અને રીફિલિંગની જરૂરિયાત હોય તો કરાય છે, પરંતુ હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે છેલ્લે સરવે 25 માર્ચે કરાયો હતો. દરેક ડિવિઝનની બસમાં આ બધી કામગીરી જેતે ડિવિઝનથી થતી હોય છે. ફર્સ્ટ એડનો ઉપયોગ એટલો બધો હોતો નથી. માટે એમની જરૂર નથી. - એમ.સી. સોની, ડીએમઈ રાજકોટ ડિવિઝન

અન્ય સમાચારો પણ છે...