તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસમાં દારૂની હેરાફેરી:રાજકોટમાં STનો ડ્રાઈવર બસમાં દારૂની હેરાફેરી કરતો ઝડપાયો, 24 બોટલ દારૂ કબ્જે કર્યો

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ એસ.ટી. વિભાગની લાઈન ચેકિંગ સ્કવોડએ કુવાડવા પાસેથી છોટા ઉદેપુર- જુનાગઢ રૂટની બસમાંથી દારૂ સાથે ડ્રાઈવરને ઝડપી લીધો

ગુજરાત સરકારની એસ.ટી. બસોમાં પણ દારૂની હેરાફેરી થતી હોવાના અગાઉ બન્યા છે. ત્યારે વધુ એકવાર એસટી બસના ડ્રાઈવરના નામે દારૂની હેરાફેરી પકડાઈ છે. રાજકોટ એસ.ટી. વિભાગની ચેકિંગ સ્કવોડે જૂનાગઢ ડેપોની છોટા ઉદેપુરથી જુનાગઢ જતી બસમાં દારૂ ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી 24 બોટલ દારૂ ઝડપાઈ હતી.

બાતમીના આધારે દારૂ ઝડપી પાડ્યો
આ અંગે વિગતો આપતા રાજકોટ એસ.ટી. વિભાગનાં વિભાગીય નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ એસ.ટી. વિભાગની ચેકિંગ સ્કવોડ હાઈવે ઉપર ચેકિંગમાં હતી, ત્યારે તેને બાતમી મળી હતી કે, રાજકોટ નજીક કુવાડવા પાસેથી પસાર થઈ રહેલી છોટા ઉદેપુર જુનાગઢ રૂટની બસમાં ડ્રાઈવર દારૂ લઈને જાય છે. આથી એસ.ટી.ની ચેકિંગ ટીમે કુવાડવા નજીક આ એસ.ટી. બસને રોકી અને બસમાં તપાસ કરતા જૂનાગઢ ડેપોનાં ડ્રાઈવર યોગેશ ચુડાસમાએ સંતાડેલો દારૂની 24 બોટલોનો જથ્થો મળી આવેલો હતો.

ડ્રાઈવર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી
દારૂ મળી આવતા એસ.ટી.ની ચેકીંગ સ્કવોડ પણ ચોંકી ગઈ હતી અને આ દારૂનો જથ્થો તથા ડ્રાઈવર પાસેથી કબ્જે કર્યો હતો. ચેકિંગ સ્કવોડે કુવાડવા પોલીસ સ્ટેશનમાં દારૂ અને ડ્રાઈવરને સોંપી દઈ ડ્રાઈવર યોગેશ ચુડાસમા વિરુદ્ધ વિધિવત રીતે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser