ગીરનું હીર:190 ચો.કિ.મી.માં ફેલાયેલું બરડા અભયારણ્ય સિંહ માટે અનુકૂળ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ગીરમાં 674 સિંહ વસે છે, બરડા અભયારણ્ય વિસ્તારમાં 80-100 સિંહ રહી શકે છે

વિશ્વમાં એક માત્ર એશિયાટિક સિંહ ધરાવતા ગીરના જંગલમાં થતી સિંહની ઓછી સંખ્યાથી ચિંતિત જૂનાગઢના નવાબ સાહેબ રસુલખાન ત્રીજાએ આશરે સવા સો વર્ષ પહેલા સિંહના શિકાર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને પગલે ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. જોકે, કોરોનાને કારણે બે વર્ષથી સિંહની ગણતરી થઇ શકી ન હતી.

ત્યારે બે વર્ષ પહેલા થયેલા અવલોકનમાં કુલ 674 સિંહની સંખ્યા જોવા મળી હતી. જેમાં 421 નર-માદા સિંહ અને 253 નર-માદા બચ્ચાંનો સમાવેશ થાય છે. ગીર અને બૃહદગીરના 30 હજાર ચો.કિ.મી.ના વિસ્તારમાં મુક્તપણે વિહરતા સિંહની સંખ્યા 700થી વધુ થઇ હોવાનું અનધિકૃત રીતે જાણવા મળ્યું છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યના આરક્ષિત વિસ્તારની બહારના રેવન્યૂ વિસ્તારમાંથી શરૂઆતમાં કેટલાક નર, માદા સિંહની અવરજવર શરૂ થતાં વન વિભાગે એશિયાટિક સિંહ ગીર જંગલ ઉપરાંત અન્ય જંગલોમાં વસવાટ કરી શકે છે કે કેમ તે અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. જે અભ્યાસમાં પોરબંદર પાસે આવેલા બરડા ડુંગરનો જંગલ વિસ્તાર એશિયાટિક સિંહ માટે અનુકૂળ હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટના વાઇલ્ડ ફોટોગ્રાફર ભૂષણ પંડ્યાએ જણાવ્યું કે, બરડા ડુંગરનો જંગલ વિસ્તાર 190 ચોરસ કિ.મી.માં ફેલાયેલો છે. ઘણા વર્ષો પહેલા બરડામાં એશિયાઇ સિંહનો વસવાટ હતો, પરંતુ હાલ અહીં વસતા માલધારી પરિવારો સિંહથી ટેવાયેલા ન હોય બરડા વિસ્તારમાંથી સ્થળાંતર ઇચ્છનીય છે. જેથી 190 ચો.કિ.મી.માં ફેલાયેલા બરડા ડુંગરમાં અંદાજિત 80-100 સિંહ વસવાટ કરી શકે છે. બાદમાં તબક્કાવાર સિંહના બીજા પ્રાઇડ્સને પણ શિફ્ટ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...