SPL-2:પ્રથમ મેચ ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વચ્ચે યોજાઈ ,ઝાલાવાડ રોયલ્સનો 6 વિકેટે વિજય

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં SPL-2ની ઓપનિંગ સેરેમની યોજાઇ
  • શેલ્ડન જેક્સને 54 રનની કેપ્ટ્ન ઇનિંગ રમી ઝાલાવાડ રોયલ્સને જીત અપાવી

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર સૌરાષ્ટ્રની પાંચ ટીમો વચ્ચે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ (એસપીએલ)ની બીજી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થયો છે. પ્રથમ મેચ ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ વચ્ચે યોજાઈ હતી જેમાં ઝાલાવાડ રોયલ્સનો 6 વિકેટે વિજય થયો હતો.

SPL-2ની ઓપનિંગ સેરેમની સાંજે 5:45 થઇ હતી. બાદમાં ઉદ્ઘાટન બાદ સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો શરૂ થયો જેમાં સોરઠ લાયન્સ અને ઝાલાવાડ રોયલ્સ વચ્ચે સીઝન 2 ની પ્રથમ મેચમાં ટક્કર થઈ. જેમાં ઝાલાવાડ રોયલ્સે 6 વિકેટથી મેચ જીતી હતી અને કમલેશ મકવાણા મેન ઓફ ધ મેચ બન્યા.

ઝાલાવાડ રોયલ્સ અને સોરઠ લાયન્સ ટિમ વચ્ચે મેચમાં ઝાલાવાડ રોયલ્સ ટીમે પ્રથમ ટોસ જીતી બોલિંગ કરવા પસંદ કર્યું હતું. પ્રથમ બેટિંગમાં સોરઠ લાયન્સ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 131 રન બનાવ્યા હતા જેની સામે ઝાલાવાડ રોયલ્સ ટીમે 4 વિકેટ ગુમાવી 134 રન બનાવી 6 વિકેટે જીત હાસિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે IPLમાં કોલકતા નાઈટ રાઇડર ટીમમાં વિકેટ કિપિંગ કરતા શેલ્ડન જેક્સને 54 રન બનાવી કેપ્ટ્ન ઇનિંગ રમી ટીમને જીત અપાવી.

આ ટૂર્નામેન્ટમાં IPL જેવા જ આકર્ષણ ઉમેરવામાં આવ્યા છે જેમાં ડી.જે.નો તાલ ઉપરાંત ચીયર લીડર્સ સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, શેલ્ડન જેક્શન, પ્રેરક માંકડ સહિતના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ ખેલાડીઓ તાજેતરમાં જ IPL રમીને પરત ફર્યા છે. જયદેવ ઉનડકટ મુંબઈ ઈન્ડિયન્સ વતી, ચેતન સાકરિયા દિલ્હી કેપિટલ્સ વતી, શેલ્ડન જેક્શન કોલકત્તા નાઈટ રાઈડર્સ વતી તો પ્રેરક માંકડ પંજાબ કિંગ્સ વતી રમી ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...