તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:પહેલી જુલાઈથી સ્પાઈસ જેટ અને ઈન્ડિગોની હવાઇ સેવા પૂર્વવત થશે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • રાજકોટથી મુંબઈ, દિલ્હી, ગોવા, બેંગ્લોર, હૈદરાબાદની ફ્લાઈટ શરૂ થશે

કોરોનાના વધતા જતા કેસને કારણે મુસાફરો નહિ મળતા રાજકોટથી ઉડાન ભરતી ફ્લાઈટ બંધ કરવામાં આવી હતી. એર ઈન્ડિયા સિવાયની અન્ય એરલાઈન્સની ફ્લાઇટ બંધ હતી. હવે કોરોનાના કેસ કાબૂમાં આવી રહ્યા છે. ત્યારે પહેલી જુલાઇથી ઈન્ડિગો અને સ્પાઈસ જેટની ફ્લાઈટ દિલ્હી, મુંબઈ, બેંગ્લોર, ગોવાની રાજકોટ એરપોર્ટ પરથી ઉડાન ભરશે.

અંદાજિત બે મહિનાના લાંબા સમય બાદ ખાનગી એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન ભરશે. જ્યારે બીજા રાજ્યમાંથી હવાઈ માર્ગે મુસાફરી કરીને રાજકોટ એરપોર્ટ પર આવતા મુસાફરો પાસેથી આર.ટી.પી.સી.આર. નહિ માગવામાં આવતા મુસાફરોમાં પણ રાહત જોવા મળી છે.

બુધવારે સમસ્તીપુર અને શુક્રવારે ઓખા-ગૌહાટી ટ્રેન દોડશે
રાજકોટથી સમસ્તીપુર અને ઓખાથી-ગૌહાટી સ્પેશિયલ ટ્રેન વિસ્તારવાનો રેલવે દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં 16 જૂનના રોજ રાજકોટથી સમસ્તીપુર અને 18 જૂનના રોજ ઓખાથી-ગૌહાટી સ્પેશિયલ ટ્રેન દોડશે. ટ્રેન નંબર 09521 રાજકોટથી 16 જૂનના રોજ ઉપડશે અને 19 જૂનના રોજ ટ્રેન નંબર 09522 સમસ્તીપુરથી ઉપડશે અને રાજકોટ પહોંચશે.

જ્યારે 09501 ઓખા-ગૌહાટી 18મી જૂનના રોજ ઓખાથી ઉપડશે. જ્યારે 09502 ટ્રેન ગૌહાટીથી 21 જૂનના રોજ ઉપડશે. બન્ને ટ્રેન વિશેષ ભાડા સાથે દોડશે. ટ્રેનનું બુકિંગ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ કરી દેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...