તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુશી:સ્પાઇસ જેટ ટૂંક સમયમાં રાજકોટથી બેંગ્લોર નવી ફલાઇટ શરૂ કરશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ એરપોર્ટની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ એરપોર્ટની ફાઇલ તસવીર.
  • યાત્રિકોની સંખ્યામાં વધારો થતાં રાજકોટથી મુંબઇ વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ થશે

બેંગ્લોર માટે રાજકોટથી કોઇ ફ્લાઈટ ન હોય અને લોકોએ બેંગ્લોરની ફ્લાઈટ માટે અમદાવાદ જવું પડતુ હતું. જેને કારણે આગામી સમયમાં રાજકોટથી બેંગ્લોરની ફ્લાઇટ શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આથી સૌરાષ્ટ્રના યાત્રિકોને બેંગ્લોર જવા માટે મુંબઇ જવાની જરૂર પડશે નહીં.

ફ્લાઇટને ક્યો સમય ફાળવવો તે માટે મંજૂરી મગાઇ
રાજકોટ-બેંગ્લોર હવાઈ સેવા શરૂ કરવા માટે રાજકોટ એરપોર્ટ પર ફ્લાઈટના સમયને ધ્યાનમાં રાખી બેંગ્લોર માટે નવી ફ્લાઈટને ક્યો સમય ફાળવવો તે માટે મંજૂરી માગવામાં આવી છે. માટે ટૂંક સમયમાં જ રાજકોટ-બેંગ્લોર ફ્લાઈટ શરુ થશે જેનાથી સૌરાષ્ટ્રભરમાંથી બેંગ્લોર જતા મુસાફરોને સીધો ફાયદો થશે.

રાજકોથી મુંબઇ વચ્ચે વધુ એક ફ્લાઇટ શરૂ થશે
રાજકોટથી મુંબઈ જવા માટે હવાઇ મુસાફરી કરતા યાત્રિકોની સંખ્યામાં વધારો થતાં વધુ એક ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. હાલ રાજકોટથી મુંબઇ જવા માટે સવારના સમયની એક જ ફ્લાઈટ હોવાથી લોકોને મુશ્કેલી પડતી હોય જેને ધ્યાનમાં લઈ સ્પાઈસ જેટ દ્વારા ટૂંક સમયમાં સાંજના સમયે રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવે તેવી પુરી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો