તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સામે લડત:રાજકોટમાં આજથી 45 વર્ષના તંદુરસ્ત વ્યક્તિઓને પણ વેક્સિન અપાશે, PGVCLના કર્મચારીઓનું વેક્સિનેશન શરૂ

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટમાં મનપા કમિશનરના પત્નીએ કોરોના વેક્સિન લીધી.
  • આજે સવારે 11 વાગ્યાથી PGVCL કચેરી ખાતે વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું

કોરોનાના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વેક્સિનેશન વધારવા સૂચન કરવામાં આવ્યું હતું. હાલ ત્રીજા તબક્કાનું રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે આજથી રાજકોટમાં નાના મવા રોડ પર આવેલી PGVCLની ઓફિસ ખાતે PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી છે.રાજકોટમાં 45 વર્ષના તંદુરસ્ત વ્યક્તિઓને પણ આજથી વેક્સિન આપવામાં આવશે. રાજ્ય સરકારની સૂચના બાદ રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે. આજથી જ વેક્સિન આપાઇ તેવી તૈયારીઓ કરી દેવામાં આવી છે.

PGVCLના 1200થી વધુ કર્મચારીઓને વેક્સિન અપાશે
આજે સવારે 11 વાગ્યાથી PGVCL કચેરી ખાતે વેક્સિનેશન સેન્ટર શરૂ કરી અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. રાજકોટ PGVCL કચેરી ખાતે આજથી શરૂ થયેલા વેકસિનેશનમાં અંદાજીત 1200થી વધુ કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સિન અપાઇ
પ્રથમ તબક્કામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા ફ્રન્ટલાઇન વોરિયર્સ અને ત્યારબાદ પોલીસ અધિકારી, કર્મચારી અને 60 વર્ષથી ઉપરના તેમજ કોમોર્બીડ બિમારી ધરાવતા લોકોને વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ સાથે કોરોના પ્રથમ કેસથી આજે એક વર્ષના સમય દરમિયાન સતત ફરજ પર રહેતા વીજળી વિભાગના એટલે કે રાજકોટમાં PGVCLના અધિકારીઓ અને કર્મચારીઓને વેક્સિન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ડીડીઓની મિટિંગ મળી
રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે ડીડીઓ અનિલ રાણાવસીયાના અધ્યક્ષસ્થાને મળેલી મિટિંગમાં ડીડીઓએ વિવિધ કચેરીઓના અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, કચેરીઓના તમામ સંવર્ગના તેમજ અંશકાલિન, આઉટસોર્સ સહિતના કર્મચારીઓની યાદી વેક્સિન અપાવવા માટેની મંજુરી અર્થે કલેક્ટરને મોકલી આપવાની રહેશે. મંજૂરી બાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર મુજબ વર્ગીકરણ કરી જો કર્મચારીઓની સંખ્યા વધારે હશે તો કેમ્પ કરીને વેક્સિન આપવામાં આવશે. અન્યથા નજીકના રસીકરણ સેન્ટરમાં રસી આપવામાં આવશે. આ અંગેનું સંકલન તેમજ રજીસ્ટ્રેશન તેમજ કેમ્પો યોજવા અંગેની માહિતી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો