વાહ... છટા:અદ્દભુત નજારોઃ રાજકોટમાં વરસાદનું ‘લેન્ડિંગ’, વિમાનનું ટેકઓફ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રન-વે પર પાણી ભરાયું હતું અને વિમાન સડસડાટ દોડી રહ્યું હતું ત્યારે આસપાસમાં ઊડતી પાણીની વાછટનો નજારો અદ્દભુત હતો

પાણીના રેલાની જેમ દોડ્યું  વિમાન
રાજકોટમાં શનિવારે આવેલા વરસાદને પગલે એરપોર્ટના રન-વે પર પાણી ભરાયાં હતા છતાં રાજકોટ-મુંબઈની ફ્લાઈટે પાણી ભરેલા રન-વે પરથી પાણીદાર ટેકઓફ કર્યું હતું. વરસાદને પગલે એરપોર્ટના રન-વે પર કેટલીક જગ્યાએ પાણીનો ભરાવો થાય છે. એરપોર્ટ ઓથોરિટી પાણી નિકાલની વ્યવસ્થા પણ કરે છે, પરંતુ ક્યારેક ફ્લાઈટના સમયે જ વરસાદ આવવાને પગલે રન-વે પર પાણી ભરાય છે. શનિવારે સાંજે રાજકોટથી મુંબઈની ફ્લાઈટે પાણીવાળા રનવે પરથી સુરક્ષિત ઉડાન ભરી હતી. તસવીરમાં રન-વે પર પાણી વચ્ચેથી ઉડાન ભરતી એર ઈન્ડિયાના ફ્લાઈટ નજરે પડે છે.

અન્ય સમાચારો પણ છે...