રાજકોટ રેલવે તંત્રનો નિર્ણય:ઓખા-દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે શુક્રવારથી 29મી જૂન સુધી સ્પેશિયલ ટ્રેન દોડશે, ફ્રીક્વન્સી લંબાવાઈ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ટિકિટનું બુકિંગ 3 જૂનથી કરવામાં આવશે, અન-રિઝર્વ્ડ જનરલ ટિકિટ પણ મળશે
  • ઓખા-દિલ્હી સરાઈ રોહિલા 14થી 28 જૂન સુધી: દિલ્હી-સરાઈ રોહિલા ઓખા 15થી 29 જૂન સુધી ચાલશે

રાજકોટ રેલવે તંત્રએ ઓખા - દિલ્હી, સરાઈ-રોહિલ્લા વચ્ચે વિશેષ ભાડા સાથે સમર સુપરફાસ્ટ સ્પેશ્યિલ ટ્રેનની ફ્રીક્વન્સી લંબાવવાનો નિર્ણય લીધો છે. જેથી ઓખા- દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટની 18 ટ્રિપ દોડશે. આ ટ્રેન 14 જૂનથી શરૂ થશે અને 29 જૂન 2022 સુધી ચાલશે.

29મી જૂન સુધી ફ્રીક્વન્સી લંબાવાઈ
આ અંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફની સતાવાર યાદી અનુસાર ટ્રેન નંબર 09523 ઓખા - દિલ્હી સરાઈ રોહિલા સ્પેશિયલ (દર મંગળવારે) જેને 14 જૂન, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી, તે આગળ 28 જૂન, 2022 સુધી લંબાવવામાં આવશે. એ જ રીતે, ટ્રેન નંબર 09524 દિલ્હી સરાઈ રોહિલા - ઓખા સ્પેશિયલ (દર બુધવારે) જેને 15મી જૂન, 2022 સુધી સૂચિત કરવામાં આવી હતી, જે 29મી જૂન, 2022 સુધી ફ્રીક્વન્સી લંબાવવામાં આવશે.

અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ પણ અપાશે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે. ટ્રેન નંબર 09523 માં ટિકિટોનું બુકિંગ 3 જૂન, 2022 થી PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનમાં મુસાફરોને અનરિઝર્વ્ડ જનરલ ટિકિટ પણ આપવામાં આવશે. ટ્રેનના સંચાલનના સમય, સ્ટોપેજ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.