તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટ:લેન્ડ ગ્રેબિંગના કેસ માટે આજે કમિટીની ખાસ બેઠક

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં નવા લેન્ડ ગ્રેબિંગ પ્રિવેન્શન એક્ટની અમલવારી શરૂ થઈ છે તેથી તંત્ર ભૂમાફિયાઓને કેવી રીતે બાનમાં લેવા અને કેસ કરવો તેના માટે માહિતીઓ મેળવી રહ્યું છે. આ બધી માહિતીઓ એકઠી થઈ જતા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બુધવારે સાંજે કમિટીની બેઠક મળવાની છે જેમાં અધિક નિવાસી કલેક્ટર પરિમલ પંડ્યા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસપી બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે.

જિલ્લા વહીવટી તંત્ર તરફથી લેન્ડ ગ્રેબિંગના 2 કેસ હાથ પર લેવાયા છે અને હવે પોલીસ પોતાના કેસ રજૂ કરશે તેમાંથી જે કેસ કાયદાકીય રીતે વધુ મજબૂત હશે તેમજ ભૂમાફિયાઓ બેલગામ હશે તે કેસમાં સુઓમોટો કરીને ફરિયાદ દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો