જેતપુરમાં સાડીના કારખાનામાં આગ:ઓઈલ લીકેજની સાથે તણખલા ખરીને બાયોકોલ પર પડતા જ્વાળા ભભૂકી, ફાયબ્રિગેડે બેકાબૂ બને એ પહેલા આગ બૂઝાવી

રાજકોટ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. - Divya Bhaskar
ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

જેતપુરના ધોરાજી રોડ પર આવેલા ઇમ્પિરિયલ નામના સાડીના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગતા અંદર કામ કરતા શ્રમિકોમાં નાસભાગ મચી ગઈ હતી. કારખાનામાં આવેલા બોઇલરમાં ઓઇલ લીકેજની સાથે તણખલા ખરીને બાયોકોલ પર પડ્યા હતા. આથી આગ વધુ પ્રસરી હતી. જોકે ઘટનાની જાણ થતા જેતપુર નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી આવ્યો હતો અને આગ બેકાબૂ બને એ પહેલા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

ઇમ્પિરિયલ ડાઇંગ નામના સાડીના કારખાનામાં આગ લાગી
પ્રાપ્ત વિગત મુજબ શહેરના ધોરાજી રોડ પર આવેલા ઇમ્પિરિયલ ડાઇંગ નામના સાડીના કારખાનાના બોઇલરની ચેમ્બરમાં ઓઇલ લીકેજ થતા આગના તણખલા ખરતા હતા. આ તણખલા ત્યાં બોઇલરની બાજુમાં જ પડેલા બાયોકોલ પર પડતાં તરત જ આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા તે જ રોડ પર આવેલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ફાયરનો સ્ટાફ ફાયર ફાઇટર સાથે તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

કારખાનાની ઓઈલ ચેમ્બર તૂટી ગઈ
ફાયબ્રિગેડના સ્ટાફે તુરંત જ ફોમ સાથેના પાણીનો મારો આગ પર ચલાવતા આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા કાબૂમાં લીધી હતા. આથી કારખાનામાં ઓઇલ ચેમ્બર તૂટી ગઈ અને ઓઇલ વહી જવા સિવાય કોઈ મોટી નુકશાની થઈ નહોતી.

(હિતેષ સાવલિયા, જેતપુર)

અન્ય સમાચારો પણ છે...