તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલીસ તંત્ર હરકતમાં:ગોંડલના નિખિલ દોંગાને ભાગવા મદદ કરનારા શખ્સો અને પરિવારજનોની SP દ્વારા પૂછપરછ, આરોપીના પિતાની પણ પૂછપરછ કરી

ગોંડલએક મહિનો પહેલા
ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાની ફાઈલ
  • નિખિલ દોંગા ગેંગ સામે 117 ગુના નોંધાયેલા છે

રાજકોટ જિલ્લાનો કુખ્યાત આરોપી નિખિલ દોંગા ગુજસીટોકના ગુના હેઠળ ભુજની જનરલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ફરાર થઈ જતા ખળભળાટ મચ્યો છે. નિખિલ દોન્ગાને ગોંડલ-શાપર અને રાજકોટના કેટલાક શખ્સો દ્વારા હોસ્પિટલમાંથી નાસવા માટે મદદ કરવામાં આવી હતી, જેને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર કેસનું હેન્ડલિંગ કરી તેને નાસવા માટે મદદ કરનારના પરિવારજનોની પૂછપરછ હાથ ધરાઈ હતી.

SP એ સમગ્ર કેસનું સંચાલન હાથ ધર્યું
સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા મૌન સેવવામાં આવી રહ્યું છે ત્યારે આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે નિખિલ હોસ્પિટલમાંથી ફરાર થયાની ગણતરીની કલાકોમાં જ રાજકોટ જિલ્લા પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ સમગ્ર કેસનું હેન્ડલિંગ હાથમાં લઇ ભરુડી ટોલનાકા પાસે આવેલ L.C.B. પોલીસ સ્ટેશનમાં ચૂકવવામાં આવી નિખિલને મદદગારીમાં સંડોવાયેલા શખ્સોના પરિવારજનોને બોલાવી પૂછપરછ હાથ ધરી હતી જેમાં નિખિલના પિતાની પણ SPએ પૂછપરછ કરી હતી.

ગેંગના સાગરીતોને અલગ અલગ જેલમાં મોકલાયા હતા
હાલ પોલીસ તંત્ર દ્વારા નિખિલ કઇ કારમાં ભાગ્યો, કાર કોના દ્વારા પહોંચાડવામાં આવી, કોની કાર છે તે અંગે તાણાવાણા મેળવવા ચક્રો ગતિમાન કરાયા છે નિખિલ હોસ્પિટલમાંથી ભાગવાની સાથે જ ગોંડલ નું રાજકારણ ફરી ગરમાય જવા પામ્યુ છે. ઉલ્લેખનીય છે કે નિખિલ દોંગા અને તેની ગેંગના સાગરીતો ગોંડલ જેલમાં બંધ હોવા છતાં પોતાનું ક્રાઈમ નેટવર્ક ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. નિખિલ દોંગા અને તેની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગોંડલ જેલના તત્કાલીન જેલર ડી.કે. પરમાર સામે પણ ગુજસીટોકનો ગુનો નોંધવામા આવ્યો હતો. જેલર ડી.કે.પરમારે નિખિલ દોંગા અને તેની ગેંગને જેલમાં ફેસિલીટી પૂરી પાડી હોવાનો ખુલાસો થયો હતો. જેલમાં બેસી ગેંગ ચલાવવા નિખિલ દોંગા કુખ્યાત હોય ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ ગેંગના તમામ સાગરીતોને અલગ અલગ જેલમાં ખસેડવાનો નિર્ણય કરાયો હતો.

નિખિલ દોંગા ગેંગ સામે 117 ગુના નોંધાયેલા છે
નિખિલ દોંગા ગેંગ સામે કુલ 117 ગુના નોંધાયા છે. જેમાં ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણી, વીરપુર, ભાયાવદર, જેતપુર, ભક્તિનગર, માલવિયાનગર, રાજકોટ તાલુકા, ગાંધીગ્રામ, પ્રદ્યુમ્નનગર, ક્રાઇમ બ્રાંચમાં, લીંબડી, થાન, જોરાવરનગર, કેશોદમાં ફરિયાદો નોંધાઇ છે. નિખિલ દોંગા સામે 2003થી 2020 સુધીમાં 14 ગંભીર ગુના નોંધાયા છે. હાલ જેલમાં રહેલા શક્તિસિંહ ચુડાસમા સામે 32, વિજય જાદવ સામે 13, અક્ષય ઉર્ફે ગીરી દૂધરેજિયા સામે 7, વિશાલ પાટકર સામે 6, દેવાંગ જોષી સામે 5, નવઘણ શિયાળ અને દર્શન પટેલ સામે 4-4, નરેશ સિંધવ સામે 3 ગુના નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો