તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sou.Uni. The Date Of The Examination Will Be Announced By, From July 22 To 29, The Examination Of 30 Different Courses Will Be Taken

પરીક્ષાનો ત્રીજો તબક્કો:સૌ.યુનિ. દ્વારા પરીક્ષાની તારીખ જાહેર, 22થી 29 જુલાઈ સુધી વિવિધ 30 કોર્સની પરીક્ષા લેવાશે

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ જાહેર કરી દેવાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ત્રીજા તબક્કાની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 22થી 29 જુલાઇ સુધી અલગ અલગ 30 કોર્સની પરીક્ષા લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે અને તે માટે પરીક્ષાનું ટાઇમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.

વિવિધ 30 કોર્સની પરીક્ષા લેવાશે
કોરોના બીજી ઘાતક લહેર પુરી થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ઓફલાઇન પરીક્ષા અંગે છૂટ આપતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓ લેવા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રથમ તબક્કા બાદ ત્રીજા તબક્કાની પરીક્ષા ટાઇમ ટેબલ આજે જાહેર કરવામાં આવ્યું છે. આગામી 22થી 29 જુલાઇ સુધી અલગ અલગ 30 પરીક્ષા લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.

પરીક્ષાનું ટાઇમ ટેબલ
પરીક્ષાનું ટાઇમ ટેબલ

બીજા તબક્કાની પરીક્ષા 15 જુલાઇથી લેવાશે
આગામી 22 જુલાઇ થી શરૂ થતી પરીક્ષામાં બીએ સેમ. 6, બીએ બીએડ સેમ. 6, બીએ એલએલબી સેમ. 8, બીબીએ (ઓલ્ડ) સેમ. 6, બીસીએ (ઓલ્ડ) સેમ.6, બીએડ સેમ. 2, બીકોમ સેમ. 6, એમસીએ સેમ.4 સહિત કુલ 30 પરીક્ષાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 128 કેન્દ્ર પર પ્રથમ તબક્કાની 30,743 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે અને બીજા તબક્કાની પરીક્ષા 15 જુલાઇથી લેવામાં આવે તેવી શકયતા સેવાઇ રહી છે. ત્યારે તમામ પરીક્ષા દરમિયાન કોવિડ ગાઇડલાઇનનું પાલન થાય તે મુજબ વ્યવસ્થા ગોઠવવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...