IPL બાદ રાજકોટમાં સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ(SPL) 2 જુનથી શરૂ થવા જઈ રહી છે. પરંતુ સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ શરૂ થાય એ પહેલાં જ વિવાદ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) દ્વારા આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ લીગની અંદર રૂલ્સ અને રેગ્યુલેશન ફોલો થતા નથી તેવા આક્ષેપો થયા છે. તેમજ સોરઠ લાયન્સ ટીમ ડિસક્વોલિફાઇ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સોરઠ લાયન્સ ટીમ ડિસક્વોલિફાઇ થઈ
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું કે, સોરઠ લાયન્સ ટીમ ડિસક્વોલિફાઇ થઈ છે. આછી મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. ટીમ શા કારણે ડિસક્વોલિફાઇ થઈ તેવા મીડિયાના સવાલના જવાબમાં જયદેવ શાહે જણાવ્યું હતું કે, મેટર કોર્ટમાં હોવાથી કાનૂની કાર્યવાહી થઈ રહી છે. એટલા માટે હું આ મામલે વધુ કઈ નહીં બોલું. આગામી 2 જુનથી SPL શરૂ થશે, જેમાં હાલાર હીરોસ, ગોહિલવાડ ગ્લેડિએટર, વોરિયર્સ અને ઝાલાવડ રોયલ્સ નામની ટીમો એકબીજા સાથે રમશે.
આ SPL 12 જુન સુધી ચાલશે
આ SPL 12 જુન સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટમાં સૌરાષ્ટ્રના જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ સહિતના ઉભરતા ક્રિકેટરો રમશે. જોકે ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા આ મેચ રમે તેવી શક્યતા ઓછી છે. તેઓનો શેડ્યુલ બીઝી હોવાથી SPL રમશે કે નહીં તે કન્ફર્મ નથી. જો તેઓ રમશે તો મને બહુ ખુશી થશે તેવું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.