• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sonia Or Rahul's Road Show To Be Held In Saurashtra Before June 15, Strategy Will Be Worked Out As Per Target: Jagdish Thakor

કોંગ્રેસમાં ‘કરંટ’:15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં સોનિયા અથવા રાહુલના રોડ શોનું આયોજન થશે, ટાર્ગેટ મુજબ રણનીતિ ઘડાશે: જગદીશ ઠાકોર

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર - Divya Bhaskar
કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
  • તમામને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તેવી વ્યવસ્થા કરાશે
  • ટિકિટ ફાળવણી માટેના નીતિ-નિયમો દિલ્હી હાઈકમાન્ડ બનાવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. તેવામાં ગુરુવારે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી રાજકોટ આવી પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે એવી જાહેરાત કરી હતી કે,15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં સોનિયા અથવા રાહુલના રોડ શોનું આયોજન થશે અને ટાર્ગેટ મુજબ રણનીતિ ઘડાશે.

પક્ષનું મહાસંમેલન બોલાવવાનું એલાન
પાછલા થોડા સમયમાં કોંગ્રેસને ભલે અનેક નેતાઓએ અલવિદા કહી દીધું હોય આમ છતાં પક્ષમાં ચૂંટણીને લઈને ‘કરંટ’ દેખાવા લાગ્યો હોય તેવું સ્પષ્ટપણે રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે. દરમિયાન ગઈકાલે રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન બેઠક મળી હતી જેમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા.આ બેઠકમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે 15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધીના રોડ શો કરવામાં આવશે. રોડ શો ઉપરાંત પક્ષનું મહાસંમેલન બોલાવવાનું એલાન પણ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન બેઠક મળી હતી
રાજકોટમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની ચિંતન બેઠક મળી હતી

દિલ્હી હાઈકમાન્ડ જ ટિકિટ સહિતના મુદ્દે આખરી નિર્ણયકર્તા
બીજી બાજુ કોંગ્રેસમાં ટિકિટને લઈને વિરોધનો વંટોળ ફૂંકાવા ન લાગે તે માટે નેતાઓએ કહ્યું હતું કે ટિકિટને લઈને કોંગ્રેસ દ્વારા કોઈ સાથે અન્યાય કરવામાં આવશે નહીં. તમામને પૂરતું પ્રતિનિધિત્વ મળી રહે તે માટે રણનીતિ ઘડવામાં આવશે. આ ઉપરાંત ટિકિટ ફાળવણીને લઈને નીતિ-નિયમો ઘડવામાં આવશે જેની રચના દિલ્હી હાઈકમાન્ડ દ્વારા કરવામાં આવશે. એકંદરે દિલ્હી હાઈકમાન્ડ જ ટિકિટ સહિતના મુદ્દે આખરી નિર્ણયકર્તા રહેશે તેવું પણ આ બેઠક દરમિયાન કહી દેવામાં આવ્યું હતું.

મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા
મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા

ગઈકાલે રાજકોટમાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ઉપસ્થિત રહી
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં મળેલી બેઠકમાં કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી ઉપસ્થિત રહી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ચૂંટણીમાં 125 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. આ ઉપરાંત ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પક્ષના સૌરાષ્ટ્ર વિસ્તારના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં એવી જાહેરાત કરાઈ હતી કે 15 જૂન પહેલાં સૌરાષ્ટ્રમાં રાહુલ અથવા સોનિયા ગાંધીનો રોડ શો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...