દુર્ઘટના:ધોરાજીના તોરણીયા ગામે પિતાની સામે જ પુત્રનું વીજ કરંટથી મોત, ખેતરમાં મગફળી લણવા પિતા-પુત્ર સાથે ગયા હતા

ધોરાજી18 દિવસ પહેલા
વાડીએ વીજ શોર્ટ લાગતા રાહુલ પડી ગયો : મૃતકના કાકા
  • વાડીમાં આવેલા થાંભલાને અડકી જતા યુવકનું મોત નિપજ્યું

ધોરાજી તાલુકાના તોરણીયા ગામે પિતાની સામે જ પુત્રનું ખેતરમાં આવેલા થાંભલાનો વીજ કરંટ લાગતા મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પિતા-પુત્ર ખેતરમાં મગફળી લણવા સાથે ગયા હતા. જ્યાં દુર્ઘટના સર્જાતા પરીવારમા દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. હાલ યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

પરીવારમા દુઃખની લાગણી પ્રસરી ગઇ
પરીવારમા દુઃખની લાગણી પ્રસરી ગઇ

વાડીએ વીજ શોર્ટ લાગતા રાહુલ પડી ગયો : મૃતકના કાકા
આ અંગે મૃતકના કાકા મોહનભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, ધોરાજી નજીક આવેલ તોરણીયા ગામે રહેતા રાહુલભાઇ રમેશભાઇ વાઘેલા(ઉ.વ.20) તેના પિતા સાથે તોરણીયા ગામે હરસુખભાઇ ગોકમભાઇ ખીચડીયા પટેલની વાડીએ મગફળી ઉપાડવા મજુરી કામ કરવા ગયા હતા. તે દરમિયાન વાડીએ વીજ શોર્ટ લાગતા રાહુલ પડી ગયો હતો. તેથી અમે તેને ગંભીર હાલતમાં ધોરાજીની સરકારી દવાખાને સારવારમાં લઈ ગયા હતા. ત્યાં રાહુલનું કરુણ મોત થયું છે.

મૃતકના કાકા મોહનભાઈ વાઘેલા
મૃતકના કાકા મોહનભાઈ વાઘેલા

મૃતક રાહુલને 2 બહેનો અને 3 ભાઇ છે
આ બનાવની જાણ થતા પીજીવીસીએલના અધિકારીઓને ઘટનાસ્થળે આવ્યા હતા. મૃતક રાહુલને 2 બહેનો અને 3 ભાઇ છે. આ આખો પરીવાર મજુરી કામ કરી ગુજરાન ચલાવતો હતો.આ ઘટનાથી પરીવારમાં ઘેરા શોક ફેલાયો હતો. હાલ ધોરાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો