ચેકિંગ:સોની બજારના વેપારીને થોડી રાહત, ભય હજુ યથાવત્ સામાન્ય ચહલપહલ

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ 20 દિવસ પછી ગુરુવારે સોની બજારમાં ચેકિંગના નામે ખોટી હેરાનગતિ અટકતા વેપારીઓએ રાહતનો દમ લીધો હતો. વેપારીઓ જણાવે છે કે, રાહત તો મળી છે પરંતું હજુ ભય એટલો જ છે. ખોટી હેરાનગતિ અટકી જતા સોની વેપારીઓએ બજાર બંધનું એલાન પાછું ખેંચી લીધું છે.

જો 100 ગ્રામ સોનું પકડાઈ જાય તો પણ લાખો રૂપિયાની મૂડી રોકાઈ જાય છે તેથી કોઇ વેપારીઓ સાહસ કરવા તૈયાર થતા નથી. તેમ રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ જણાવે છે. વધુમાં તેના જણાવ્ચા મુજબ ચૂંટણીની આચારસંહિતા લાગુ થતા સોની બજારમાં ખાસ ટીમ ચેકિંગ માટે રાખવામાં આવી હતી. ચેકિંગ સામે કોઈ વિરોધ નથી, પરંતુ ખોટી હેરાનગતિ સામે અમારો વિરોધ છે.

10 દિવસ અગાઉ જવાબ ન આપ્યો
લડત કરી તો હેરાન ન કરવા પત્ર કરાયો: સોની વેપારી

આચારસંહિતા લાગુ થયા બાદ ક્યા દસ્તાવેજો સાથે રાખવા, કઇ કઈ બાબતની તકેદારી રાખવી તે અંગે જેમ્સ એન્ડ જ્વેલરી એસો. એ પત્ર લખ્યો હતો. આમ છતાં તેનો જવાબ મળ્યો ન હતો. ચેકિંગના નામે થતી હેરાનગતિ સામે જ્યારે વેપારીઓએ હડતાળની ચીમકી ઉચ્ચારી. આ માટે પહેલા તેની ખાતરી આપવામાં આવી. બીજા જ દિવસે ચૂંટણી કમિશનરે જવાબદાર અધિકારીને પત્ર લખીને ચેકિંગના નામે ખોટી રીતે થતી હેરાનગતિ નહિ કરવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...