વિવાદ:અમુક લોકો ખોડલધામનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે: સંઘાણી

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધર્મના નામે રાજકારણ કરતા લોકોથી દૂર રહેવું જોઇએ
  • ખોડલધામની સ્થાપના લેઉવા સમાજના ઉત્થાન માટે થઈ હતી

ખોડલધામ સંસ્થાની સ્થાપના લેઉવા પટેલ સમાજના ઉત્થાન માટે થઇ હતી પરંતુ હવે કેટલાક લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આ સંસ્થાનો રાજકીય ઉપયોગ કરી રહ્યા છે, ધર્મના નામે લોકોને ઉશ્કેરીને રાજકીય ખેલ ખેલનારાઓને લોકોએ ઓળખી લઇ તેનાથી દૂર રહેવું જોઇએ તેવું રાજ્યના પૂર્વ કૃષિમંત્રી અને ઇફ્કોના વાઇસ ચેરમેન દિલીપ સંઘાણીએ કહ્યું હતું.

દિલીપ સંઘાણીએ શનિવારે ખોડલધામ ખાતે લેઉવા અને કડવા પટેલ સમાજના આગેવાનોની મળેલી બેઠક અને તેમાં થયેલી રાજકીય ચર્ચા અંગે જણાવ્યું હતું કે, ખોડલધામની સ્થાપના થઇ ત્યારે પ્રથમ વખત દર્શન કરવા માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથે પોતે ગયા હતા ત્યારે નરેશભાઇએ કહ્યું હતું કે, આ સંસ્થા હંમેશાં માટે લેઉવા પટેલ સમાજના શૈક્ષણિક અને આર્થિક ઉત્થાન અને સુરક્ષા માટે કામ કરશે, અહીં ક્યારેય રાજકીય પક્ષ કે રાજકીય વાત અને તેવી પ્રવૃત્તિને સ્થાન મળશે નહીં, અને નરેશભાઇની વાતને ધ્યાને લઇને તે સમયે કેશુભાઇ મુખ્યમંત્રી હોવા છતાં ખુરશીને બદલે નીચે બેઠા હતા.

પરંતુ ત્યારબાદ ખોડલધામ રાજકીય પ્રવૃત્તિનું સ્થાન બની ગયું છે, કોરોનામાં સમાજના કેટલા લોકોને મદદ કરી તેની ચર્ચા થવી જોઇતી હતી પરંતુ તેવી વાતોને બદલે રાજકીય વાતો કરી છે, જ્યારે જ્યારે રાજ્યમાં ચૂંટણી આવે છે ત્યારે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે આવા કાર્યક્રમો યોજી પોતાનું વ્યક્તિગત મહત્ત્વ બતાવવાના પ્રયાસ થાય છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજના અનેક આગેવાનો છે જે તમામ રાજકીય પક્ષોમાં છે જો સમાજની જ વાત કરવી હતી તો તે લોકોને બોલાવી શકાયા હોત પરંતુ પોતાની રાજકીય તાકાત બતાવવા માટે આવું થઇ રહ્યું છે, જે થવું ન જોઇએ અને લોકોએ પણ આવા લોકોને ઓળખી લેવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...