તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ત્રણ ટર્મથી ચૂંટણી લડતા અને 60 વર્ષ કે તેથી વધુ વયના દાવેદારને ટિકિટ નહીં આપવાના ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ ભાજપમાં આંતરકલહ શરૂ થયો છે, હજુપણ આ નિર્ણયમાં ફેરફાર થશે તેવી આશા લગાવીને બેઠા છે. વર્ષોથી પોતાના વોર્ડમાં પ્રભુત્વ જમાવીને આગામી ચૂંટણીમાં જીત મેળવી મનપામાં સારી કમિટી અને પદ મેળવવાના ઓરતા રાખનાર આવા સિનિયર દાવેદારોના સ્વપ્ન રાતોરાત ચકનાચૂર થઇ જતાં તેઓ અકળાઇ ઉઠ્યા છે અને શું કરવું અને શું ન કરવું તે વિચારી રહ્યા છે. પોતાને ટિકિટ નથી મળતી તેવું સ્પષ્ટ થતાં આવા દાવેદારો પોતાના પરિવારના સભ્યોને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ તેમાં પણ સફળતા મળે તેવી કેટલાકને આશા દેખાતી નથી.
કેટલાક દાવેદારોએ ટિકિટની યાદી જાહેર થયા બાદ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવી ચૂંટણી જંગ ખેલવાનો ઇરાદો બનાવી લીધો છે, જાહેરમાં તો પક્ષના કોઇપણ ઉમેદવારને જીતાડી દેવાની વાતો કરી રહ્યા છે, પરંતુ જો પોતાનું નામ ટિકિટની યાદીમાં ન આવ્યું તો પક્ષમાં જ રહીને ચૂંટણીમાં થાય તેટલું નુકસાન કરવાના પ્લાન ઘડી રહ્યા છે. ભાજપની યાદી જાહેર થયા બાદ નવાજૂની થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે.
રાજકોટ મનપાની છ સ્થળે મતગણતરી
વોર્ડ નં.1થી 3ના 184 મતદાન મથક માટે મહિલા કોલેજ, વોર્ડ નં.4થી 6ના 140 બુથ માટે ચૌધરી હાઇસ્કૂલ, વોર્ડ નં.7થી 9ના 174 બુથ માટે વિરાણી સ્કૂલ, વોર્ડ નં.10થી 12ના 170 બુથ માટે અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, વોર્ડ નં.13થી 15ના 152 બુથ માટે માલવિયા કોલેજ તેમજ વોર્ડ નં.16થી 18ના 162 બુથ માટે રણછોદાસજી કોમ્યુનિટી હોલ ખાતે મતગણતરી થશે.
વોર્ડ નં.3 અને 9માં એક-એક ફોર્મ ભરાયા
વોર્ડ નં.3માં અપક્ષ ઉમેદવાર તરીકે અશોક ઝાપસિયા અને વોર્ડ નં.9માં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર બાહુકિયા વિમલ ખોડાભાઈએ પોતાનું ફોર્મ ભર્યું હતું. વોર્ડ નં.4થી 6માં 227, વોર્ડ નં.10થી 12માં 196, વોર્ડ નં.13થી 15માં 157 અને વોર્ડ નં.16થી 18માં 179 ફોર્મ ઉપડ્યા છે.
વોર્ડ નં.1ના ઉમેદવાર બદલવા કાર્યકરોના ધરણાં
હર્ષાબા જાડેજાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે વોર્ડ નં.1માં જલ્પાબેન (જયાબેન) શૈલેષભાઈ ગોહિલને ટિકિટ આપી છે. આ બેનને અમે ક્યારેય વોર્ડમાં જોયા પણ નથી. મેં આ વોર્ડમાં દિવસ-રાત મહેનત કરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.