શંકાસ્પદ ફાળવણી:રાજકોટના ગોકુલનગર આવાસમાં વધુ કેટલાક ગોટાળા બહાર આવ્યા, અસરગ્રસ્ત ન હતા છતાં ફ્લેટ મળ્યા અને તે ભાડેથી આપી દીધા

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોકુલનગરમાં રહેતા 5 વ્યક્તિએ દીકરી-જમાઇને લાભાર્થી બનાવ્યા, 2ના મકાન છે છતાં ફ્લેટ મળ્યા

ગોકુલનગર આવાસમાં વધુ કેટલાક ગોટાળા બહાર આવ્યા છે. ગોકુલનગરમાં જ્યારે ડિમોલિશન થયું તે પહેલા જે દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને સાસરે ગઇ હતી તેવી દીકરીઓ અને જમાઈના નામે પણ ફ્લેટની ફાળવણી થઈ ગઈ છે. આ સિવાય માત્ર ઘરની એક દીવાલ પડી હોય અને ઘર ઊભું હોય તેમને પણ ફાળવી દેવાયા છે. હાલ બધામાં ભાડૂઆત રહે છે. આઈ વિંગના 104, 105, 2, 308, 303, 206, 107 અને સી વિંગના 307 ફ્લેટ છે.

આ ફાળવણી શંકાસ્પદ

I-104ગોહેલ શિતલ પ્રકાશ
I-105ગોહેલ પ્રભાબેન સુરેશ
I-2ધરજિયા અર્જુન ભવાન
I-308વાઢેર નિલેશ ધીરૂ
I-303

કુંભાણી ભારતી વિજયભાઈ

I-206પડાયા વશરામ કાના
I-107પડાયા વિનુ કાના
C-206ગોહેલ બચુ મોહન
અન્ય સમાચારો પણ છે...