ભાસ્કર LIVE:કેટલાક ભૂલકાં ક્લાસમાં ઊંઘી ગયા, અમુક નાસ્તો કરવા લાગ્યા, કોઈએ ઘેર જવાની જીદ પકડી તો કોઈ રમકડાં સાથે લઈને આવ્યાં

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમુક તો ક્લાસમાં જ ઊંઘી ગયા - Divya Bhaskar
અમુક તો ક્લાસમાં જ ઊંઘી ગયા
  • ધો.1થી 5ની પાંચ સ્કૂલમાં ત્રણ કલાક
  • દિવ્ય ભાસ્કરની ટીમે પાંચ સ્કૂલમાં જઈ ક્લાસમાં સતત ત્રણ કલાક બાળકોની વચ્ચે બેસીને જાણી વિગતો
  • ​​​​​​​20 મહિના બાદ બાળકોને આવકારવા સંચાલકોએ શાળા શણગારી, કેટલાક ઉત્સાહી બાળકો સ્કૂલ ખુલ્યા પહેલા આવી ગયા

શહેરની મોટાભાગની શાળાઓ ગુરુવારથી શરૂ થઇ હતી, બાળકો સ્કૂલે આવ્યા ત્યારથી લઈને ક્લાસરૂમમાં કઈ કઈ પ્રવૃત્તિ કરી તેના માટે ‘દિવ્ય ભાસ્કર’ની ટીમ રાજકોટની ધો.1થી 5ની પાંચ શાળામાં ત્રણ કલાક ક્લાસમાંથી લાઈવ રહી હતી. સવારની સ્કૂલના કેટલાક ઉત્સાહી ભૂલકાંઓ 7.30 કલાકે સ્કૂલ ખૂલે તે પહેલા જ 7 વાગ્યે આવી પહોંચ્યા હતા. સ્કૂલમાં આવેલા બાળકો પણ હજુ ઘરના માહોલમાં હોય એમ કેટલાક ભૂલકાંઓ ક્લાસમાં જ ઊંઘી ગયા હતા તો કેટલાક બાળકોને ચાલુ ક્લાસે ભૂખ લાગતા નાસ્તા બોક્સ ખોલીને નાસ્તો કરવા લાગ્યા હતા.

બાળકોએ આખો દિવસ મિત્રો અને કાર્ટૂન પાત્રો સાથે ધિંગામસ્તી કરી
બાળકોએ આખો દિવસ મિત્રો અને કાર્ટૂન પાત્રો સાથે ધિંગામસ્તી કરી

કોઈ બાળકોએ સ્કૂલે આવ્યા બાદ તુરંત જ ઘેર જવાની જીદ પકડી હતી તો કોઈ ઘેરથી રમકડાં લઈને આવ્યા હતા. સ્કૂલે આવ્યા બાદ બાળકો પોતાના મિત્રોને જોઈને જ રાજી થઇ ગયા હતા અને ભેટી પડ્યા હતા. શાળા સંચાલકોએ પણ બાળકોને આવકારવા સ્કૂલ શણગારી હતી. કાર્ટૂનના પાત્રોમાં સ્કૂલના સ્ટાફે પણ બાળકો સાથે આખો દિવસ ધિંગામસ્તી કરી હતી. પ્રથમ દિવસે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત, રમત-ગમત, સ્પર્ધાઓ યોજી હતી અને બાળકોને આનંદ કરાવ્યો હતો.

ભૂખ લાગી તો બાળકો ચાલુ ક્લાસે જ લંચબોક્સ ખોલી નાસ્તો કરવા લાગ્યા!
ભૂખ લાગી તો બાળકો ચાલુ ક્લાસે જ લંચબોક્સ ખોલી નાસ્તો કરવા લાગ્યા!

ધો.1થી 5ની મોટાભાગની શાળાઓ ગુરુવારથી શરૂ થઇ છે ત્યારે સવારની સ્કૂલના ભૂલકાંઓ હજુ પણ આરામના મૂડમાં હોય એમ સ્કૂલે આવીને ક્લાસમાં જ ઊંઘી ગયા હતા. 20 મહિના ઘેરથી ઓનલાઈન અભ્યાસ કર્યા બાદ હવે ઓફલાઈન સ્કૂલ શરૂ થતા બાળકોને સ્કૂલના વાતાવરણમાં અનુકૂળ થતા હજુ સમય લાગશે તેવું શિક્ષકોએ પણ જણાવ્યું હતું.

સ્કૂલમાં પ્રવેશતા જ બાળકો શિક્ષકો-મિત્રોને ભેટી પડ્યા
સ્કૂલમાં પ્રવેશતા જ બાળકો શિક્ષકો-મિત્રોને ભેટી પડ્યા

ધો.1થી 5ના ભૂલકાંઓએ પ્રથમ દિવસે સ્કૂલમાં મિત્રો અને સ્કૂલ સ્ટાફ સાથે ધિંગામસ્તી કરી હતી. સંચાલકોએ પણ બાળકોને આવકારવા અવનવા કાર્યક્રમો રાખ્યા હતા જેમાં બાળકોને મનપસંદ કાર્ટૂનના પાત્રો સાથે ભૂલકાંઓએ આખો દિવસ મસ્તી કરી હતી.

અત્યાર સુધી બાળકો પોતાના ઘેર ગમે ત્યારે ઊઠે અને નાસ્તો કરતા હતા પરંતુ સ્કૂલ શરૂ થતા હવે બાળકોને રીસેસના સમયે જ નાસ્તો કરવો અનુકૂળ પડતું ન હોય એમ સવારે સ્કૂલે આવ્યા બાદ ભૂખ લાગતા બાળકો ચાલુ ક્લાસે જ પોતાની બેગમાંથી નાસ્તા બોક્સ કાઢીને નાસ્તો કરવા લાગ્યા હતા.

ધો.1થી 5ના બાળકો છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલથી દૂર હતા, શિક્ષકો અને મિત્રોને મળી શક્યા ન હતા પરંતુ ગુરુવારે સ્કૂલ શરૂ થતાં જ સ્કૂલે આવીને બાળકો તુરંત જ શિક્ષકો અને પોતાના મિત્રોને ભેટી પડ્યા હતા. બાળકો ઘણા સમય બાદ મિત્રોને મળીને ખુશખુશાલ થઇ ગયા હતા અને સ્કૂલમાં આખો દિવસ મિત્રો સાથે જ ધિંગામસ્તી કરી પહેલો દિવસ વિતાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...