તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ 5મી વખત અજ્ઞાતવાસના સહારે:કોઇને દ્વારકા તો કોઇને સાસણ, ચૂંટણી લડવા કોંગ્રેસે કરાવ્યા અજ્ઞાતવાસ

રાજકોટ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારને અલગ અલગ સ્થળે રખાયા હતા. - Divya Bhaskar
કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારને અલગ અલગ સ્થળે રખાયા હતા.
 • રાજકોટ, લોધિકા, ગોંડલ, જામકંડોરણા, જસદણ, વીંછિયા, કોટડાસાંગાણીમાં ઓપરેશન
 • તોડજોડના ભયને કારણે રાજકોટ જિલ્લા કોંગ્રેસે પાંચમી વખત અજ્ઞાતવાસનો સહારો લીધો

રાજકોટ જિલ્લા અને તાલુકા પંચાયતમાં ફોર્મ પરત ખેંચવાની ઘટનાઓ ન બને તે માટે જિલ્લા કોંગ્રેસે દાવેદારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા હતા. કોઇને દ્વારકા તો કોઇને સાસણ મોકલાયા હતા. કોંગ્રેસને સતત તોડજોડનો ભય અને પોતાના જ દાવેદારો પર ભરોસો ન હોવાથી છેલ્લા 5 વર્ષમાં 5મી વખત અજ્ઞાતવાસનો સહારો લીધો છે.

લોધિકાના દાવેદારોને દ્વારકા, રાજકોટના દાવેદારોને સરધાર અને એક ફાર્મહાઉસ, જસદણ-વીંછિયાના દાવેદારોને સાસણ મોકલાયા હતા. જ્યારે જામકંડોરણા અને કોટડાસાંગાણીના દાવેદારોને ત્યાં જ રાખીને અલગ અલગ સ્થળો કે ફાર્મહાઉસમાં એકઠા કરાયા હતા. અજ્ઞાતવાસ મામલે પૂર્વ કારોબારી ચેરમેન અર્જુન ખાટરિયાએ જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારના તોડજોડથી બચવા આ રસ્તો અપનાવાયો છે. જિલ્લા પંચાયતમાં તેમની આ ચોથી ટર્મ છે અને ભૂતકાળમાં તોડજોડની ઘણી ઘટનાઓ જોઈ ચૂક્યા છે. સમગ્ર આયોજન ખાટરિયા અને જિલ્લા પ્રમુખ હિતેશ વોરાએ સંભાળ્યું હતું અને સીટ મુજબના આગેવાનોને દાવેદારો સાચવવાની જવાબદારી હતી. ઘણા દાવેદારોના ફોન પણ બંધ કરી દેવાયા હતા.

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્યું ત્યારે બળવાથી બચવા, પ્રમુખપદ મેળવવા તેમજ અવિશ્વાસની દરખાસ્ત સહિતના મુદ્દાઓમાં શાસન ટકાવવા માટે અને બાગીઓનુ સંખ્યા બળ ન વધારવા 4 વખત સભ્યોને અજ્ઞાતવાસમાં મોકલાયા છે. માત્ર કોંગ્રેસ જ નહીં ભાજપે પણ આ નીતિ અપનાવી હતી. પ્રમુખપદની ચૂંટણીમાં કોંગ્રેસના બાગીઓને લઈને જિલ્લા ભાજપે 3 દિવસ સુધી ગોંડલના એક ફાર્મહાઉસમાં છુપાવી રાખ્યા હતા.

કોંગ્રેસે પતિને અજ્ઞાતવાસમાં રાખ્યા તો પત્નીએ ફોર્મ પરત ખેંચી લીધું
રાજકોટ તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકોમાં તોડજોડ અટકાવવા માટે કોંગ્રેસે કેટલાક ઉમેદવારોને અજ્ઞાતવાસમાં મોકલી દીધા હતા. આમ છતાં એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચાતા બેઠક બિનહરીફ થઈ છે. ગોંડલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના કોંગ્રેસે ઉમેદવારોને પક્ષે અલગ અલગ ફાર્મહાઉસ કે સ્થળોએ અજ્ઞાતવાસમાં રાખ્યા હતા જેથી સભ્યો સાથે કોઇ તોડજોડ કે પછી ઉમેદવારી પરત ન ખેંચાય.

આ પૈકી ગોંડલ તાલુકા અને જિલ્લાના ઉમેદવારોને ફાર્મ પર લઈ જવાયા હતા તેમાં સુલતાનપુર તાલુકા પંચાયતના ઉમેદવાર ધીરજ ખાતરાનો પણ સમાવેશ થાય છે. આખો દિવસ તેઓ અજ્ઞાતવાસમાં હતા છતાં આ સીટ પરથી ફોર્મ પરત ખેંચાઈ ગયું હતું. હકીકતે સીટ પર ઉમેદવારી ધીરજ ખાતરના પત્ની ચંપાબેને કરી હતી અને મોટાભાગે પતિઓ જ વહીવટ સંભાળતા હોવાથી તેમજ મહિલાઓને અજ્ઞાતવાસમાં રાખવા યોગ્ય ન હોવાથી પતિને જ લઈ ગયા હતા. જોકે ચંપાબેન જ કચેરીએ જઈને પોતાનું ફોર્મ પરત ખેંચી આવતા ભાજપના ઉમેદવાર મંજુલાબેન ગોંડલિયા બિનહરીફ થયા છે. રાજક઼ીય સોગઠાબાજી ક્યારે શું કરે તે કળવું મશ્કેલ હોય છે. અને તેવી જ સ્થિતિ અહીં જોવા મઇી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો