વધુ એક વિવાદ:ચૂંટણી બાદ સોમાના પ્રમુખ પણ જાહેર થઈ ગયા, વિવાદ શમતો નથી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાસન પદ જાળવવા અને મેળવવા માટે વિવાદિત બનેલ સોમાની ચૂંટણી પૂરી થઈ ગઈ છે. પ્રમુખ પણ જાહેર થઈ ગયા છે, પરંતુ હજુ સુધી વિવાદ શમતો નથી. ચૂંટણી પૂરી થયાના એક સપ્તાહ પછી સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહ એક નવો વિવાદ ઊભો કર્યો છે. શનિવારે તેને એક વીડિયો વાઇરલ કરીને ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉઠાવ્યા છે. એસોસિએટ સભ્યો અંગે સોમવારે હાઈકોર્ટમાં મુદત પડી છે.

બેલેટ પેપર બદલાઇ ગયા, ઓળખ માટે મેં તેને વાળી દીધા હતા
બેલેટ પેપર બદલાઇ ગયા છે. કુલ 6 બેલેટ પેપર હતા તેને મેં ઉપરથી વાળી દીધા હતા.જેથી કરીને તેને સરળતાથી ઓળખી શકાય. જ્યારે મતગણતરી થઈ ત્યારે ઉપરથી ચોક્કસ રીતે વાળેલા મત નીકળ્યા નથી. એનો મતલબ એ છે કે બેલેટ પેપર બદલાઈ ગયા છે. મતપેટી સીલ કરવામાં આવી હતી, પરંતુ તેમાં માત્ર સેલોટેપ જ લગાવવામાં આવી હતી. આ રીતે તો કોઇ મતપેટી ખોલી શકે. આ મામલે પહેલાં પણ કહેવાયું હતું અને તેમાં હવે શું થાય છે કે, અમે તપાસ કરીશું. - સમીર શાહ, પૂર્વ પ્રમુખ

આવું થયું નથી, બેલેટમાં નિશાની કરવી તે ગેરકાયદેસર કહેવાય
સમીર શાહ ચૂંટણી હારી ગયા પછી આવા બધા આક્ષેપો કરે છે. નિયમ મુજબ જોવા જઇએ તો પોતાના પક્ષના મત ઓળખવા માટે તેને જે નિશાનો બેલેટ પેપરમાં કર્યા છે તે ગેરકાયદેસર કહેવાય. અાવી રીતે કોઇ ઓળખ કરી નથી શકાતી. કારણ કે, મતદાન તો ગુપ્ત રાખવાનું હોય છે. જો એને કોઈ સવાલ હોય તો તેને મતગણતરી શરૂ થાય તે પહેલા કહેવાની જરૂર હતી. બધાની જ હાજરીમાં મતપેટી ખોલવામાં આવી હતી. મારી પાસે કોઈ ઓન રેકોર્ડ ફરિયાદ આવી નથી. - એન.એચ.ચાવડા, ચૂંટણી અધિકારી સોમા

અન્ય સમાચારો પણ છે...