તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નોકરીવાંછુક યુવકોને રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી 15-15 લાખ ઉઘરાવી બોગસ કોલ લેટર બનાવી ખોટી નોકરી આપવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી લખનઉ સુધી દોડી જય કુલ 6 આરોપીઓને ઝડપી લીધા બાદ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જે બાદ મુખ્ય ભેજાબાજને સાથે લઈ SOGની એક ટીમ તપાસ અર્થે લખનઉ પહોંચી હતી ત્યાંથી પણ આ કૌભાંડમાં સંડોવાયેલા વધુ એક આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે લખનઉ થી અટલ મદનગોપાલ ત્રિપાઠીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
SOGની ટીમ મુખ્યને સાથે લઈને લખનઉ પહોંચી હતી
તાજેતરમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી કે ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ વી રબારી અને તેમની ટીમે સચોટ બાતમી આધારે બેરોજગાર લોકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને 15.26 લાખ ઉઘરાવી બોગસ કોલ લેટર આધારે ખોટી નોકરી અપાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જેમાં ડીસીબીની ટીમે ગુજરાત અને યુપીના લખનઉમાં દરોડો પાડી હિમાંશુ ઉદયભાણ પાંડે, શશીપ્રસાદ ઉર્ફે અનુપમ ગોવિંદપ્રસાદ ગુપ્તા તેમજ ઓફીસ બોય સુરજમોર્ય રમેશમોર્ય, જામનગરના શૈલેષ ઉર્ફે સેટીંગ મનસુખભાઇ દલસાણીયા, અમદાવાદના કલ્પેશ પ્રભુદાસ શેઠ અને રાજપીપળાના ઇકબાલઅહેમદ ઉર્ફે મુન્નો અબ્દુલકરીમ ખત્રીની ધરપકડ કરી હતી આ ટોળકીને તપાસ અર્થે 14 દિવસના રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. જે ગુનામાં આગળની તપાસ SOG PI આર.વાય.રાવલને સોંપવામાં આવતા પીએસઆઇ અસલમ અંસારી અને તેમની ટીમના મુખ્ય ભેજાબાજ હિમાંશુ પાંડેને સાથે લઈને લખનઉ તપાસ અર્થે પહોંચી હતી.
તપાસ કરતા રૂપિયા 7 લાખ મળી આવ્યા
આરોપી મદનગોપાલ ત્રીપાઠીને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા દિન-12 ના રિમાન્ડ સાથે રજુ કરતા આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ છે.SOG PI આર.વાય.રાવલના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા લખનઉ ખાતે રેલ્વે કોલોનીમાજ ટ્રેનીંગ સેન્ટર ચલાવવામા આવતુ હોય અને જે બાબતે આરોપીઓને અટલ મદનગોપાલ ત્રિપાઠીએ મકાન અપાવેલ હોવાનુ ખુલવા પામતા આરોપી હિમાંશુને સાથે રાખી એસ.ઓ.જી. પો. સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા તેમની ટીમ લખનઉ ખાતે તપાસમા ગયેલ જયા હિમાંશુના રહેણાંક મકાનની ઝડતી તપાસ કરવામા આવતા રૂપિયા 7 લાખ કબજે કરવામા આવેલ તેમજ લખનઉ રેલ્વે કોલોની ખાતે ચાલતા બોગસ ટ્રેનીંગ સેન્ટર વાળુ મકાન જે અટલ મદનગોપાલ ત્રીપાઠી નાઓએ આપેલ હોય જેથી લખનઉ સ્થાનીક પોલીસની મદદ મેળવી અને અટલ મદનગોપાલ ત્રિપાઠીની તપાસ કરતા જે મળી આવતા આરોપીને લખનઉ ખાતે અટક કરી લખનઉ કોર્ટ ખાતેથી ટ્રાન્જીસ્ટ રીમાન્ડ મેળવી રાજકોટ ખાતે લઇ આવવામા આવેલ છે.
Sponsored By
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.