• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • SOG Raids Illegally Operating Biodiesel Vapor At Green Hotel Ground Near Atkot, Arrests One With Biodiesel Worth Rs 27.27 Lakh

કાર્યવાહી:આટકોટ પાસે ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના વેપલા પર SOGનો દરોડો, રૂ.27.27 લાખના બાયોડીઝલ સાથે એકની ધરપકડ

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોખંડના ટાંકામાંથી પોલીસને 41,200 લીટર જ્વલંતશીલ પેટ્રોલિયમ પણ મળી આવ્યું

રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના કરોબાર ઉપર રોક લગાવવા રાજકોટ ગ્રામ્ય પોલીસ દરોડા પાડી રહી છે ત્યારે લાંબા સમય બાદ ફરી જસદણના આટકોટ પાસે ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં ગ્રામ્ય SOGએ દરોડો પાડી ભેળસેળવાળુ નકલી મનાતું બાયોડીઝલ પકડી 27.27 લાખનું 41 હજાર લીટર બાયોડીઝલ કબજે કરી આટકોટના એક શખ્સની ધરપકડ કરી છે. સપ્લાયર તરીકે એક શખ્સનું નામ બહાર આવતા તેની ધરપકડ માટે તપાસ શરુ કરી છે.

27.27 હજારનો મુદ્દામાલ કબ્જે
પ્રાપ્ત વિગતો અનુસાર જસદણના આટકોટ નજીક હાઈ-વે ઉપર ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમીના આઘારે ગ્રામ્ય SOGના પી.આઈ એસ.એમ.જાડેજા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. જેમાં ગાયત્રીનગર આટકોટમાં રહેતા મનીષ અંનતરાય ઠાકર (ઉ.વ.46) ને ઝડપી લઈ રૂા. 27.27 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બુટ ભવાની એન્ટરપ્રાઈઝ દ્વારા બાયોડીઝલનો જથ્થો સપ્લાઈ કરાયાનું ખુલ્યું
લોખંડના ટાંકામાંથી પોલીસે 41,200 લીટર જ્વલંતશીલ પેટ્રોલિયમ જેની કિંમત રૂા. 24લાખ 72 હજાર ગણવામાં આવી છે. તેમજ લોખંડના ટાંકા, ફયુઅલ પંપ, હાઈડ્રોમીટર, બેરલ અને મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં જાણવા મળતી વિગતો મુજબ આ બાયોડીઝલનો જથ્થો બુટ ભવાની એન્ટરપ્રાઈઝ વાળા ભાણાભાઈ વ્યાસે આપ્યાનું બહાર આવતા તેની ધરપકડ માટે આગળની કાર્યવાહી કરવામાં આવી છે.