તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ:ત્રિમૂર્તિ મંદિર નજીક બોમ્બ મૂક્યો હોવાની વાત મળતા ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરતા પેટ્રોલનું સેમ્પલ હોવાનું ખૂલ્યું

રાજકોટએક વર્ષ પહેલા
ત્રિમૂર્તિ બાલાજી મંદિર નજીક બોમ્બ મૂક્યો હોવાની વાત ફેલાઈ હતી

રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર બોમ્બ મૂક્યો હોવાની વાત અફવા નીકળી છે. ત્રિમૂર્તિ બાલાજી મંદિર નજીક બોમ્બ મૂક્યો હોવાની વાત ફેલાતા ગાંધીગ્રામ પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને બોમ્બ સ્ક્વોડ સહિતના સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ત્યાં બોમ્બ જેવી વસ્તુ દેખાતા તેની તપાસ કરતા તેમાં પેટ્રોલનું સેમ્પલ હોવાનું સામે આવ્યું હતું. કોઈ વ્યક્તિ પેટ્રોલનું સેમ્પલ ત્યાં ભૂલી ગયો હોવાનું સામે આવ્યું હતું.

પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરવામાં આવી હતી
પોલીસ, એસઓજી, ક્રાઇમ બ્રાન્ચે ડોગ સ્ક્વોડ સાથે તપાસ કરવામાં આવી હતી

SOGપોલીસે બોમ્બની વાતને અફવા ગણાવી
એસઓજી પીઆઇ આર.વાય. રાવલે DivyaBhaskar સાથેની વાત માં જણાવ્યું હતું કે, કોઈ આ પેટ્રોલનું સેમ્પલ ભૂલી ગયુ હતું બોમ્બ ની માત્ર અફવા છે

એક નાગરિકે પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું
આજરોજ એક જાગૃત નાગરિકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફોન કરી ત્રિમૂર્તિ બાલાજી મંદિર ખાતે કાંઇક શંકાસ્પદ બોમ્બ જેવી વસ્તુ પડેલ છે તેવી જાણ કરી હતી. જેના આધારે ગાંધીગ્રામ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ રાજકોટ શહેર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી બીડીડીએસની ટીમ બોલાવી તપાસ કરતા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલનો નમૂનો લીધેલી બોટલ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...