રાજકોટ કોરોનામુક્ત થવા તરફ આગળ વધી રહ્યું છે. આજે એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં અત્યાર સુધીમાં શહેરમાં 10.30 લાખ એન્ટિજન અને 2.59 લાખ RT- PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં કુલ કેસની સંખ્યા 42801 પર પહોંચી છે. 42330 દર્દી સાજા થયા છે અને રિકવરી રેટ 98.91 નોંધાયો છે. રાજકોટ શહેરમાં આજે કોરોના સામેની રસીકરણમાં 18થી 44 વર્ષના કુલ 7564 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 4424 સહિત કુલ 11988 નાગરિકોએ રસી લીધી છે.
રોગપ્રતિકારક શક્તિ જાણવા સીરો સર્વે
કોરોના મહામારીથી સંક્રમિત ન થયેલા હોય તેવા તેમજ કોરોના મહામારીમાંથી સાજા થઇ ગયેલા દર્દીઓમાં કેટલા પ્રમાણમાં એન્ટીબોડી(રોગપ્રતિકારક શક્તિ) વિકસિત થઇ ચુકી છે તેની માહિતી એકત્ર કરવા સરકારના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. લેવામાં આવેલ દરેક સેમ્પલની માહિતી કોબો ટુલ્સ નામના સોફ્ટવેરમાં એન્ટ્રી કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સ્વાસ્થ્ય સુખાકારી અને સલામતી માટેની કામગીરી કરવામાં આવી રહી છે. 50 કલસ્ટરમાં બાળકો, મહિલા અને પુરૂષ મળી ચાર દિવસમાં 1800 વ્યકિતના સેમ્પલ લઇને મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવનાર છે.
આજે 31 સેશન સાઇટ પર કોવિશીલ્ડ આપવામાં આવી રહી છે
1) સિવિલ હોસ્પિટલ
2) પદ્મકુંવરબા હોસ્પિટલ
3) શ્યામનગર આરોગ્ય કેન્દ્ર
4) ચાણક્ય સ્કુલ– ગીત ગુર્જરી સોસાયટી
5) નંદનવન આરોગ્ય કેન્દ્ર
6) શિવશક્તિ સ્કૂલ
7) નાનામવા આરોગ્ય કેન્દ્ર
8) મવડી આરોગ્ય કેન્દ્ર
9) શાળા નં. 84, મવડી ગામ
10) આંબેડકરનગર આરોગ્ય કેન્દ્ર
11) શાળા નં.28, વિજય પ્લોટ
12) સિટી સિવિક સેન્ટર– અમીન માર્ગ
13) સદર આરોગ્ય કેન્દ્ર
14) અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર
15) શેઠ હાઈસ્કૂલ
16) રામનાથપરા આરોગ્ય કેન્દ્ર
17) ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર
18) શાળા નં.61, હુડકો
19) શાળા નં.20 બી, નારાયણનગર
20) જંક્શન આરોગ્ય કેન્દ્ર
21) માધાપર આરોગ્ય કેન્દ્ર
22) રેલ્વે હોસ્પિટલ
23) મોરબી રોડ, કોમ્યુનિટી હોલ
24) ભગવતી પરા આરોગ્ય કેન્દ્ર
25) આદિત્ય સ્કૂલ– 32 (IMA આરોગ્ય કેન્દ્ર)
26) સરદાર સ્કૂલ, સંત કબીર રોડ
27) રામપાર્ક આરોગ્ય કેન્દ્ર
28) શ્રી ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર
29) પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર
30) કોઠારીયા આરોગ્ય કેન્દ્ર
31) તાલુકા શાળા (BRC) ભવન
2 સેશન સાઈટ પર કોવેક્સિનનો બીજો ડોઝ અપાય રહ્યો છે
1) શાળા નં. 47, મહાદેવ વાડી, લક્ષ્મીનગર
2) શાળા નં. 49 બી, બાબરીયા કોલોની, અયોધ્યા ચોક
રાજકોટમાં કોરોનાની સ્થિતિ
1) ટોટલ કેસ: 42,800
2) ટોટલ એક્ટિવ કેસ: 21
3) ટોટલ હોમ આઇસોલેશનમાં (એક્ટિવ કેસ): 20
4) ટોટલ ડિસ્ચાર્જ: 42,325
5) ટોટલ કોરોના મૃત્યુ: 457
6) રિકવરી રેટ: 98.89%
7) છેલ્લા 7 દિવસમાં આવેલા પોઝિટિવ કેસ: 8
8) ટોટલ કરવામાં આવેલા કોરોના ટેસ્ટ: 12,89,160
અત્યાર સુધી કરાયેલા RT-PCR અને એન્ટિજન ટેસ્ટ
- RTPCR ટેસ્ટ: 2,59, 636.
- એન્ટીજન ટેસ્ટ: 10,30,024
વેક્સીનેશનની સ્થિતિ
- પ્રથમ ડોઝની સંખ્યા: 8,97,602 (90.35%)
- બીજા ડોઝની સંખ્યા: 3,12,753 (34,84% )
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.