ક્રાઇમ:રાજકોટમાં એસ્ટેટ બ્રોકરની ઓફિસમાંથી રીવોલ્વર અને 6 કાર્ટીઝની તસ્કરી, ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા, ફરિયાદ દાખલ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • 2013થી ફરિયાદી પાસે રીવોલ્વરનું લાયસન્સ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું

રાજકોટના ડો.યાજ્ઞિક રોડ નજીકના ડો.હોમી દસ્તુર માર્ગ પર આવેલ વિરલ બિલ્ડીંગના ત્રીજા માળે આવેલી એસ્ટેટ બ્રોકરની ઓફિસમાંથી તસ્કરો લાયસન્સવાળી રીવોલ્વર અને તેના 6 કાર્ટીઝ ચોરી ગયાની એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. આ ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે પોલીસને આ ચોરી અંગે હજુ સુધી તસ્કરો અંગેની વિગતો મળી નથી.પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.

વિરલ બિલ્ડીંગના ત્રીજા માળે ઘટના બની
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં અક્ષરનગર માર્ગ પરની ચીત્રકુટધામ સોસાયટી શેરી નં-4 માં રહેતા અને જમીન-મકાન લે-વેચનું કામ કરતા ભાવિન લલીત ભાલોડીયા (ઉ.વ.40) એ એ-ડીવીઝન પોલીસમાં નોંધાવેલી જણવ્યા મુજબ તેમની ડો.યાજ્ઞિક રોડ નજીકના ડો.હોમી દસ્તુર માર્ગ પર આવેલ વિરલ બિલ્ડીંગના ત્રીજા માળે ઓફીસ આવેલી છે.ગત તા. 9/9ના રોજ તેના પિતરાઈ દિપ પણ તેની સાથે ઓફિસમાં કામ કરે છે, ઉપરાંત ઓફિસના અન્ય માણસો હાજર હતા.

રિવોલ્વર રાખવા અલગ તિજોરી બનાવી હતી
સાંજે ભાવિનભાઈને માધાપર ચોકડી પાસે જગ્યા જોવા જવાનું થતા સાંજના 6 વાગ્યાના અરસામાં ઓફીસથી નિકળી ગયો હતો. માધાપર ચોકડી પાસે જગ્યા જોયા બાદ ઘરે જતો રહ્યો હતો. બીજા દિવસો એટલે કે તા.10મીએ સવારે ઓફિસે ગયા બાદ પોતાની ચેમ્બરમાં જોતા તેનો દરવાજો ખુલો જોવા મળ્યો હતો.અને ઓફિસમાં પોતાના માટે બનાવાયેલી અલગ ચેમ્બરમાં રિવોલ્વર રાખવા બનાવેલી તિજોરી માંથી રિવોલ્વર અને 6 કાર્ટીઝની ચોરી થયાનું માલુમ પડતા આ બાબતે સ્ટાફને પુછતા સ્ટાફ આ ચોરી અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. જેને કારણે ભાવિનભાઈએ પોતાની રીતે તપાસ કર્યા બાદ કોઈ માહિતી નહી મળતા અંતે પોલીસ ફરીયાદ નોંધાવી હતી.

ચોરીમાં કોઈ જાણભેદુ હોવાની શંકા
પોલીસ તપાસમાં જણવા મળતી વિગતો મુજબ ભાવિનભાઈ જમીન-મકાન લે-વેચ અને મિલ્કત ભાડે અપાવવાનું કામ કરે છે. 2013થી તેની પાસે રીવોલ્વરનું લાયસન્સ છે. જેને તે પોતાની રાખે છે. તેની ઓફિસમાં 6 માણસો કામ કરે છે. આ ચોરીમાં કોઈ જાણભેદુની સંડોવણીની શંકાને આધારે એ-ડીવીઝન પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી છે.

અન્ય સમાચારો પણ છે...