રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં બે બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટક્યા, રૂ.47 લાખના મતાની ચોરી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં તસ્કરોએ એક સાથે બે બંધ મકાનને નિશાન બનાવ્યા હતા અને બન્ને ,માંથી કુલ રૂ.47 લાખના મતાની ચોરી કરી હતી. બન્ને ઘટના અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ દાખલ થવા પામી છે.

પરિવાર માનતા પૂર્ણ કરવા ગયો હતો
જેમાં પ્રથમ ફરિયાદમાં મુળ ધોરાજીના ઝાંઝમેરગામના કોઠારીયા સોલ્વન્ટ પાસેની સુભમ સોસાયટી માં રહેતા સદામહુસેન વર્લીમાહમદ શેખ(એ જનવાયુ હતું કે, ગત તા.08/11 ના રોજ રાત્રીના નવેક વાગ્યે હુ તથા મારા માતા પિતા તથા મારી પત્ની તથા પુત્ર એમ અમારો પરિવાર મારા ઘરે તાળા મારી અને ધ્રાફાગામની બાજુમા આવેલા વાલાસણ ગામે આવેલા મુરાદશાહપીરની દરગાહ ખાતે માનતા ઉતારવા માટે ગયા હતા.બાદમાં ત્યાથી અમારા વ્યવહારીક કામ સબબ અમારા ગામ ઝાંઝમેર ગામ ગયા હતા.

હોલમાં કબાટ ખુલ્લો હતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારે ગઇકાલ તા.10/11ના બપોરના આશરે બારેક વાગ્યે અમારી સામે રહેતા અમારા પાડોશી પીન્ટુબેન જયેશભાઇ ભરવાડ નો ફોન મારા ફોનમાં આવ્યો હતો અને મને વાત કરી કે તમારા મકાનનો દરવાજો ખુલ્લો છે અને અંદરના કબાટ ના દરવાજા ખુલ્લા હોઇ તેવુ દેખાય છે અને ડેલીનો દરવાજે તાળુ મારેલ બંધ છે તેવુ મને જણાવતા હું તથા મારા માતા પિતા એમ અમો બધા ઝાંઝમેરથી તુરંત જ અમારા ઘરે પહોચી ગયા હતા અને અમે જોયુ તો અમારા ઘરની ડેલીનુ તાળુ બંધ હતુ.જેમે ખોલી અંદર જોતા રૂમના દરવાજાનુ તાળુ તુટેલ હતુ અને દરવાજો ખુલ્લો હતો.વધુમાં તેમણે જણાવ્યું હતું કે,જેમા અંદર જઇ જોતા હોલમાં રહેલા કબાટ ખુલ્લો હતો અને તેની તીજોરીમાં મે રાખેલા પૈસા જે મે બાજુમાં નવું મકાન ખરીદ્યા તે બિલ્ડર ને આપવા માટે રાખેલ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.34,800ની ચોરી થઈ હોવાની આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વૃદ્ધા લગ્નપ્રસંગે રસોઇ કરવા ગયા અને તસ્કરોએ ચોરી કરી
અન્ય બનાવમાં કોઠારીયા સોલ્વન્ટના હાઉશીંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા જ્યાબેન લાભૂબેન રાવરાણીના મકાનમાંથી દાગીના અને રોકડ મળી કુલ રૂ.3 હજારની તસ્કરી થઈ હતી.જયાબેને જણાવ્યું હતું કે,તેમના પતિ હયાત નથી સંતાનો અલગ રહે છે.પોતે રસોઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે.ગઈકાલે બામણબોરમાં લગ્નપ્રસંગે રસોઇ કરવા ગયા હતા ત્યાંથી પરત ફર્યા ત્યારે દાગીના અને રોકડ ગાયબ હતી અને મકાનમાં રહેલો સમાન પણ વેરવિખેર હતો.આ અંગે આજીડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ગ્રીલ રીપેર કરતી વેળાએ ચોથા માળેથી પટકાતા વૃદ્ધનું મોત
કોઠારીયા રોડ પર આવેલ કવિ કલાપી ટાઉનશીપ આવાસામાં રહેતા લલીતભાઇ કરસનભાઇ પરમાર (ઉ.72) ગત સાંજે 5 વાગે ટાઉનશીપમાં ચોથા માળે પોતાના ફલેટમાં બાલકનીની તુટેલી ગ્રીલ રીપેર કરતા હતા ત્યારે અચાનક શરીરનું બેલેન્સ ગુમાવતા નીચે પટકાયા હતા. જેને લોહીલુહાણ હાલતમાં સારવારમાં સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. જયા ચાલુ સારવારે તેનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ભકિતનગર પોલીસને જાણ કરી હતી. મૃતક નિવૃત જીવન ગાળતા હતા અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરીવારમાં કલ્પાંત છવાયો હતો.

સંતકબીર રોડ પરના નાલા પરથી પટકાતા યુવકનું મોત
સંતકબીર નાલા પરથી પટકાયેલા જીતુભાઈ કવા નામના યુવકનું મોત નિપજયું હતું. બનાવ અંગે જાણ થતા બી.ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવની વિગત અનુસાર, કોઠારીયા રોડ પર મારૂતીનગરમાં રહેતા જીતુભાઈ લક્ષ્મીદાસ કવા (ઉ.વ.40)ટ્રકની બોડી બનાવવાનું કામ સાત હનુમાન પાસે આવેલ ગેરેજમાં કરતો હતો. ત્યાંથી ગત સાંજે આઠ વાગ્યે ઘરે આવવા માટે બાઈકમાં નિકળ્યા હતાં. ત્યારે સંતકબીર રોડ પરન પુલ નીચે તેનો મૃતદેહ પડેલો રાહદરીને નજરે ચડતાં બીડીવીઝન પોલીસને જાણ કરતાં એ.એસ.આઈ.બકુત્રા સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો. અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ.માં સીવીલે ખસેડયો હતો. તેમજ જીતુભાઈનું મોત અકસ્માત થયું છે કે આપઘાત કરેલ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી પરીવારમાં શોક છવાયો હતો.

જૂની અદાવતનો ખાર રાખી યુવક પર ચાર શખ્સોનો ઘાતકી હુમલો
શહેરના મવડી ગામે પંચશીલ નગરમાં જુના ઝઘડાનો ખાર રાખી યુવાન ઉપર ચાર શખ્સોએ ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાખ્યો હતો. અગાઉ મૃતક પિતા વિશે ખોટી વાતો કરતા હોય જે બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી હુમલો કર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.જાણવા મળતી વિગત મુજબ મવડી ગામે કણકોટ રોડ પર પંચશીલનગર શેરી નં.2માં રહેતા મુકેશભાઇ ચનાભાઇ પરમાર (ઉ.વ.45)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ અરજણ રાઠોડ, મનહર અરજણ રાઠોડ, બાબુ અરજણ રાઠોડ અને અરજણ પમા રાઠોડના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓ અગાઉ નવરાત્રિમાં ફરિયાદીના મૃતક પિતા વિશે ખોટી-ખોટી વાતો કરતા હોય જે અંગે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ગઇ કાલે સાંજે ફરિયાદ મવડી ગામના ચોરા પાસે હતા ત્યારે આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા વડે હુમલો કરી પગ ભાંગી નાંખ્યો હતો. જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.આ અંગે તાલુકા પોલીસે હુમલાખોર ચારેય શખ્સો સામે ગુનો નોંધી પીએસઆઇ આર.જે.ચારણ તપાસ હાથ ધરી છે.