તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી CCTVમાં કેદ:પોરબંદરના સાંસદના ભાઈની ગોંડલમાં આવેલી નર્સિંગ કોલેજમાં તસ્કરો ત્રાટક્યા, રૂ. 11 લાખથી વધુની ચોરી કરી, તિજોરી ગ્રાઉન્ડમાં મૂકી નાસ્યા

ગોંડલ23 દિવસ પહેલા
  • તિજોરીમાં રાખેલી રૂ.6 લાખથી વધુ એક્ઝામ ફી, રૂ.4 લાખથી વધુ ટ્યુશન ફીના મળી કુલ રૂ.11 લાખથી વધુની તસ્કરી કરી

પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુકના મોટાભાઈની ગોંડલ તાલુકાના ગોમટા ગામની સીમમાં આવેલી નર્સિંગ કોલેજમાં તસ્કરો ત્રાટક્યા હતા અને કોલેજની તિજોરી તોડી રોકડા રૂ.11 લાખની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

તસ્કરો પ્રિન્સિપાલ ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ્યા
પ્રાપ્ત વિગતો મુજબ પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુકના રાજકોટ રહેતા મોટાભાઈ અને ગોમટા ખાતે ધડુક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બાલાજી કોલેજ ઓફ નર્સિંગ તથા લો કોલેજ ચલાવતા મનસુખભાઇ લવજીભાઇ ધડુકની કોલેજમાં ગત રાત્રિના કોઇ અજાણ્યા શરીરે ચાદર ઓઢેલી આશરે 30થી 40 વર્ષ જેટલી ઉંમરવાળા ચાર શખ્સે રાત્રિના સમયે કોલેજના ગ્રાઉન્ડમાં આવી કોઇ પણ રીતે પ્રિન્સિપાલ ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કરી ઓફિસના ટેબલના ખાના ફંફોળ્યા હતા.

પોલીસે વધુ તપાસ હાથ ધરી
ઓફિસમાં પ્રવેશી ત્યાં પડેલી તિજોરી કોલેજના ગ્રાઉન્ડમાં લઇ જઇ પથ્થરો તથા લોખંડના નાના સળીયા વડે તીજોરી તોડી તીજોરીમાં રાખેલા રૂ.6,09,000 એક્ઝામ ફી, રૂ.7,80,000 ટ્યુશન ફીના મળી કુલ રોકડા રૂ. 11,89,000ની ચોરી કરી લઇ તીજોરી ગ્રાઉન્ડમાં મુકી નાસી ગયા હતા. બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા PSI એમ.જે. પરમારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

( હિમાંશુ પુરોહિત,ગોંડલ )