ચોરી:રાજકોટના ફાડદંગ ગામે મેલડી માતાજીના મંદિરમાં ચોરી, દાગીના અને રોકડ ભરેલી દાનપેટી ઢસડતા તસ્કરો CCTVમાં કેદ

રાજકોટ8 મહિનો પહેલા
તસ્કરો મંદિરની દાનપેટી જ ઉઠાવી ગયા.
  • પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ધાર્મિક સ્થળોએ ચોરીના બનાવો વધી રહ્યાં છે. ત્યારે તસ્કરોની ટોળકીએ વધુ એક મંદિરને નિશાન બનાવ્યાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ પાસે આવેલા ફાડદંગ ગામે વાધાવાળા મેલડી માતાજીના મંદિરમાં અજાણ્યાં ચાર શખ્સોએ ચોરી કરી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે તજવીજ હાથ ધરી છે. ચાર શખ્સો દાનપેટી ઢસડીને લઇ જતા હોવાના દ્રશ્યો CCTVમાં કેદ થયા છે.

સમગ્ર ઘટના CCTVમાં કેદ
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ પાસે આવેલા ફાડદંગ ગામમાં મોડી રાત્રે ચાર તસ્કરોનું ટોળું વાધાવાળા મેલડી માતાજીના મંદિરમાં ત્રાટક્યું હતું. સૌપ્રથમ તસ્કરોએ મંદિરના લોખંડના દરવાજા પર લાગેલા તાળાને તીક્ષ્ણ હથિયાર વડે તોડીને મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તસ્કરોએ મંદિરમાં ત્રાટકી માતાજીના ચાંદીના છત્ર, દાગીના તેમજ રોકડ રકમના મુદ્દામાલની ચોરી કરતા CCTVમાં દ્રશ્યમાન થાય છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

મંદિરમાં ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ.
મંદિરમાં ચોરી કરતા તસ્કરો CCTVમાં કેદ.

ચોરીના બનાવનો ભેદ ઉકેલવા મંદિરમાં રહેલા CCTV કેમેરા તપાસ્યા હતા. જેમાં મોડી રાતે 1 વાગ્યાના અરસામાં મોઢે ફાળિયું બાંધેલા ચાર શખ્સો દાનપેટી ઢસડીને લઇ જતા હોવાના દ્રશ્યો કેદ થયા છે. જેના આધારે મંદિર ચોરી કરવાની ટેવ ધરાવતા નિશાચરોને ચેક કરવા તજવીજ હાથ ધરી છે. મંદિરમાં ચોરી કરનાર તસ્કર પકડાય જવાની સંભાવના પોલીસ અધિકારીએ વ્યક્ત કરી છે.

મોઢે રૂમાલ બાંધી તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા.
મોઢે રૂમાલ બાંધી તસ્કરો મંદિરમાં ત્રાટક્યા હતા.