ચોરી:રાજકોટના કારખાનામાં 8 ફૂટની દીવાલ કૂદી તસ્કરોએ રૂ.16 લાખની સાથે CCTVની પણ ચોરી કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કારખાનાના ટેબલમાં રાખેલા રૂ.16 લાખની રોકડ ભરેલી થેલી  તસ્કરો લઈ ગયા - Divya Bhaskar
કારખાનાના ટેબલમાં રાખેલા રૂ.16 લાખની રોકડ ભરેલી થેલી તસ્કરો લઈ ગયા
  • કારખાનેદારે GEB અને રીનોવેશન માટે રોકડ રકમ કારખાનામાં રાખી હતી, પૈસા સાથે તસ્કરો CCTVનું DVR પણ લઈ ગયા
  • થોરાળા પોલીસે આજુબાજુના વિસ્તારના CCTVના આધારે તપાસ શરુ કરી

રાજકોટના દૂધની ડેરી વિસ્તારમાં આવેલી નટરાજ ટેક્સ્ટાઈલ પ્રિન્ટ નામે કારખાનામાંથી બે દિવસ પહેલા તસ્કરોએ આઠ ફૂટની દીવાલ કૂદી કારખાનાના ટેબલમાં રાખેલા રૂ.16 લાખની રોકડ ભરેલી થેલી અને CCTV કેમેરાનું DVR અજાણ્યા તસ્કરો લઈ જતા થોરાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે પોલીસે આજુબાજુના CCTV ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

કારખાનાના રીનોવેશન માટે ટેબલના ખાનામાં પૈસા મુક્યા
પ્રાપ્ત વિગત મુજબ,સામાંકાંઠે પેડક રોડ રણછોડનગર શેરી.29 ઉત્સવ મકાનમાં રહેતા ભુપેન્દ્રભાઈ ગણેશભાઈ નાથાણી(પટેલ)(ઉ.વ.43)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું દૂધની ડેરીની પાછળ મેહુલનગર મેઇન રોડ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં નટરાજ ટેક્ષટાઇલ્સ પ્રિન્ટ નામે સાડીનું 30 વર્ષથી કારખાનું ધરાવું છું.આ કારખાનાનું રીનોવેશન કામ ચાલુ છે માટે હાલ તે કારખાને દરરોજ નિયમિત જાવ છું.તા.03/05ના રોજ કારખાનાના રીનોવેશનના અને GEBમાં પૈસા આપવાના હોય માટે રૂ.16 લાખની રોકડ લઈ કારખાનામાં આવેલા ટેબલના ખાનામાં મૂક્યા હતા ત્યારબાદ કારખાનું રાત્રીના બંધ કરી દીધું હતું.

CCTV કેમેરા જોવા જતા તે પણ તસ્કરો લઈ ગયા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્યારબાદ સવારે નિત્યક્રમ મુજબ બીજા દિવસે સવારે ભુપેન્દ્રભાઈ કારખાનામાં આવી ટેબલ ચેક કરતા રૂ.16 લાખની રોકડ ભરેલી થેલી ટેબલના કારખાનામાં જોવા મળી નહોતી અને આજુ બાજુ તપાસ કરતા થેલી ક્યાંય જોવામાં આવી નહોતી.તેમજ CCTV કેમેરા જોવા જતા તે પણ તસ્કરો લઈ ગયા હતા.ત્યારબાદ આ મામલે બાજુમાં જ કારખાનું ધરાવતા હેમંતભાઈને હકીકત જણાવી તપાસ કરતા તેના પણ કેમેરા તસ્કરો ઉઠાવી ગયા હતા.

8 ફૂટની દીવાલ કૂદી અંદર પ્રવેશ કર્યો
આ મામલે ભુપેન્દ્રભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,મારુ કારખાનું રાત્રીના સમયે બંધ હતું.ત્યારે મારા અને બાજુમાં કારખાનું ધરાવતા હેમંતભાઈના કારખાનાના સેડ વચ્ચે 8 ફૂટની દીવાલ આવેલી છે.તે બંને વચ્ચે દીવાલ હોય અને ખુલ્લો ગેપ પડતો હોય તેમાંથી મારા કારખાનામાં તસ્કર અંદર પ્રવેશી ઓફિસના દરવાજાને મારેલ તાળું તોડી ઓફિસમાં પ્રવેશ કરી ઓફિસમાં રહેલા ટેબલના ખાનામાં રાખેલા રૂ.16 લાખની રોકડ ભરેલી થેલી અજાણ્યો તસ્કર ચોરી કરી ગયો હતો.તે પૈસા GEB અને હાલ કારખાનામાં હાલ રીનોવેશન ચાલુ છે તેને પૈસા ચૂકવવાના થતા હોય તે પૈસા કારખાનામાં રાખ્યા હતા.

તમામ રોકડ કબ્જે કરી
આ બનાવ અંગે થોરાડા પોલીસમાં ભુપેન્દ્રભાઈ ફરિયાદ નોંધવામાં આવતા પીઆઇ દેસાઈની રાહબરીમાં પીએસઆઈ જી.એસ.ગઢવી અને સ્ટાફે આજુબાજુના વિસ્તારના CCTV ફૂટેજ તપાસી આરોપીની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.