ચોરી:રાજકોટમાં સરકારી વકીલની ઓફિસના તાળા તોડી તસ્કરે 1.50 લાખ રોકડની ચોરી કરી, CCTVમાં આરોપી કેદ થયો

રાજકોટએક મહિનો પહેલા
સરકારી વકીલની ઓફિસના તાળા તોડતો તસ્કર સીસીટીવીમા કેદ.
  • ચોરી કરી તસ્કર હોસ્પિટલના ગેટ પાસેના ગલ્લે પહોંચી બીડી-માચીસ લીધા અને ત્યાંથી ફરાર થયો

રાજકોટના સરકારી વકીલ સમીર ખીરાની ઓફિસમાં તસ્કરે હાથફેરો કર્યો છે. તસ્કરે તાળા તોડી રૂ.1.50 લાખની રોકડની ચોરી કરી છે અને ફરાર થઇ ગયો છે. ચોરી કરતો તસ્કર સીસીટીવીમાં કેદ થયો છે. આ અંગે વકીલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

શનિવારે રાત્રે 2 વાગ્યા આસપાસ ચોરી થઈ
ચૌધરી હાઈસ્કૂલ નજીક ઉમેશ કોમ્પ્લેક્સમાં આવેલી સરકારી વકીલ સમીર ખીરાની ઓફિસમાં શનિવારે રાત્રે 2 વાગ્યા આસપાસ તસ્કર ત્રાટક્યો હતો અને ઓફિસના તાળા તોડી રોકડ લઈ ફરાર થઇ ગયો હતો. શનિવારે મોડીરાત્રે ઘટના બની હતી અને બીજે દિવસે રવિવાર હતો. આ કોમ્પ્લેક્સમાં મોટાભાગે વકીલોની જ ઓફિસ હોવાથી વકીલો રવિવારે ઓફિસ ખોલતા નથી. જોકે કોઈ કામસર રવિવારે રાત્રે કોઈ વકીલ પોતાની ઓફિસે આવ્યા હોય, તેમણે જોયું કે બીજા માળે આવેલી 114 નંબરની ઓફિસ જે સમીર ખીરાની છે તેના તાળુ તૂટેલું હોય અને ઓફિસ ખુલી હોય, તેણે તુરંત સમીરભાઈને જાણ કરી હતી.

સીસીટીવીના આધારે આરોપીની ઓળખ થઈ.
સીસીટીવીના આધારે આરોપીની ઓળખ થઈ.

વકીલ જૂનાગઢ ટૂરમાં ગયા હતા
સમીરભાઈ લાયસન્સ ક્લબના સભ્યો સાથે જૂનાગઢ ટૂરમાં ગયા હતા. અહીં તેમને કોલ આવતા તેઓ રાજકોટ પોતાની ઓફિસે તુરંત પહોંચી ગયા હતા અને પોલીસને જાણ કરતા પ્રદ્યુમનનગરના પીઆઇ એલ.એલ. ચાવડા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ થકી તસ્કરની ઓળખ કરી છે. આ રીઢા આરોપીને ઝડપી લેવા પ્રદ્યુમનનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરી છે. તસ્કર હાથમાં લોખંડનો સળિયો લઈને આવ્યો હતો કે સીસીટીવીમાં જોવા મળે છે.

ધારાશાસ્ત્રીની ઓફિસમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હતો
તસ્કરે ધારાશાસ્ત્રી મયંક પંડ્યાની ઓફિસના તાળા પણ ફંફોળ્યા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ત્યારે સીસીટીવીમાં તસ્કર જોવા મળ્યો છે જેની ઓળખ પણ થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ તસ્કરે વકીલ ખીરાની ઓફિસમાં ચોરી કરી એ પહેલાં તેની બાજુમાં જ આવેલી બે ઓફિસોના તાળા તોડવા પ્રયાસ કર્યો હતો. આ બન્ને ઓફિસ ધારાશાસ્ત્રી મયંક પંડ્યાની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી

ચોરી કરી તસ્કર હોસ્પિટલના ગેટ પાસેના ગલ્લે પહોંચ્યો
વકીલ ખીરાની ઓફિસમાં ચોરી થતા પોલીસે સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. વકીલે અસીલો પાસેથી મળેલી રકમ પોતાની ઓફિસના ટેબલના ખાનામાં રાખી હતી. તસ્કરે તે ચોરી કરી બહાર નીકળી સિવિલ હોસ્પિટલ ગેટ પાસે પહોંચ્યો હતો. ગલ્લેથી તેણે બીડીની જુડી અને માચીસ ખરીદી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...