રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટ પોલીસને દારૂ પકડવો નથી કે પછી પકડાતો નથી! સ્ટેટ મોનીટરીંગ સેલની 9મી વખત રેડ, 1008 પેટી દારૂ ઝડપી પાડ્યો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દારૂ ભરેલ ટ્રક ઝડપાયો - Divya Bhaskar
દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
  • પૂજાપાઠ ક્રાઇમ બ્રાંચે કર્યા અને હનુમાનજી ફળ્યા સ્ટેટ મોનિટરિંગ સેલ અને એરપોર્ટ પોલીસ સ્ટાફને
  • બન્ને ટ્રકમાંથી 1677 પેટી દારૂ જપ્ત કરાયો : બે ટ્રકચાલકને પોલીસે પકડ્યા

રાજકોટ શહેર પોલીસને ઊંઘતી ઝડપી ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક GIDC માં પાર્ક કરેલ ટ્રકને સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. SMC દ્વારા RJ.19.CG.7325 નંબર ટ્રક ઝડપી તલાસી લેતા તેમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન 1008 પેટી જેટલો દારૂ પકડી પાડવામાં આવ્યો છે. SMCની તપાસમાં સામે આવ્યું છે કે આ જથ્થો રાજસ્થાનથી આવ્યો હહતો. જે કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે 31 ડિસેમ્બર પૂર્વે પણ રાજકોટ નવાગામ ખાતેથી SMC દ્વારા નકલી દારૂનું ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યું હતુ. જો કે વારંવાર SMC દરોડા કરતું હોવા છતાં સ્થાનિક પોલીસ સામે કોઈ કર્યવાહી શા માટે કરવામાં નથી આવતી તે પણ મોટો સવાલ છે.

મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

એરપોર્ટ પોલીસે પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપ્યો
રાજકોટ SMCની સાથે સાથે એરપોર્ટ પોલીસે પણ મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. એરપોર્ટ પોલીસે રાજકોટ અમદાવાદ હાઇવે પર બામણબોર ચેક ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો. પોલીસે ટ્રક નંબર GJ.12.AT.6289 ને રોકી તલાશી લેતા તેમાં વિદેશી દારૂ ભરેલો હોવાનું માલુમ થતા ટ્રક ચાલક ને દારૂ ભરેલા ટ્રક સાથે અટકાવી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક રાજસ્થાનની દારૂ ભરીને લાવતો હોવાનું સામે આવ્યું છે જેમાં 600થી વધુ પેટી દારૂ હોવાનું અનુમાન છે. જો કે આ દારૂ કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો અને કોને આપવામાં આવ્યો હતો તે દિશામાં પોલીસ તપાસ ચાલુ છે. સાથે જ SMC દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂ અને એરપોર્ટ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ દારૂ રાજસ્થાનથી જ આવ્યો હોવાનું સામે આવતા દારૂના બંને ટ્રક એક જ વ્યક્તિએ મંગાવ્યા હતા કે પછી અલગ અલગ લોકોએ મંગાવ્યા હતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

એરપોર્ટ પોલીસે મદાવાદ હાઇવે પર બામણબોર ચેક ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો
એરપોર્ટ પોલીસે મદાવાદ હાઇવે પર બામણબોર ચેક ચેકપોસ્ટ ખાતેથી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડ્યો

ગોંડલ હાઇવે પર બેકાબુ કારે રાહદારી પ્રૌઢને અડફેટે લેતા મોત
રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળમાં આવેલા હર ગંગે બ્રિજ પાસેથી ચાલીને જઈ રહેલા આધેડને અજાણી કારના ચાલકે ઠોકરે લેતા આધેડનું ગંભીર હાલતમાં ઘવાતા હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક શાપરની સર્વોદય સોસાયટીમાં રહેતા ચતુરભાઈ ડાયાભાઈ રાઠોડ (ઉ.વ.50) હોવાનું સામે આવ્યું છે જેઓ ગઈકાલે સાંજના સમયે કારખાનેથી પોતાના ઘરે ચાલીને જતા હતા ત્યારે હરગંગે બ્રિજ પાસે કોઈ અજાણી કારના ચાલકે ઠોકરે લેતા તેઓને શરીરે ગંભીર ઇજા થતાં તેઓને હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાં તેઓનું મોત નીપજ્યું હતું. ચતુરભાઈ ત્રણભાઈમાં મોટા અને અપરિણીત હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

600 પેટીથી વધુ દારૂ પકડી પાડવામાં આવ્યો
600 પેટીથી વધુ દારૂ પકડી પાડવામાં આવ્યો

વિદેશી દારૂની 12 બટોલ સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસે નગરપાલિકાના સભ્યના પતિને 12 બોટલ વિદેશી દારૂ સહિત કુલ એક લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ધોરાજીના ઉપલેટા રોડ પ્રશાંત પેટ્રોલ પંપ ચોક ખાતે પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે વાહન ચેકીંગ દરમિયાન અલ્ટો કાર પૂર ઝડપે નીકળતા તેને રોકવા ઇસારો કરતા કાર ચાલક ભાગેલ જેથી તેનો પીછો કરી ધોરાજી જમનાવડ રોડ રાખોલીયા વાડી પાસે ફોર વ્હીલને પકડી પાડી રોકી તલાશી લેતા એક બોક્સ મળી આવેલ જેમા વિદેશી દારુ મળી આવ્યો હતો. દારુ સાથે મળી આવેલ શખ્સ ઉમેશ કાન્તીભાઇ ભાલોડીયા હોવાનું સામે આવ્યું હતું જેની તલાશી દરમિયાન એક અડધી અને બાકીની બોટલ 11 વિદેશી દારૂની બોટલ આખી સિલપેક મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂ સહિત 1 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જથ્થો કોના દ્વારા ક્યાંથી મંગાવી કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી
જથ્થો કોના દ્વારા ક્યાંથી મંગાવી કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી

રસ્તો ક્રોસ કરતા વૃદ્ધને રીક્ષાના ચાલકે ઠોકરે લેતા ઘાયલ
રાજકોટ ગોંડલ હાઇવે પર સર્વોદય સોસાયટીમાં રહેતા ભિખાભાઈ કાળાભાઈ સિંધવ (ઉ.વ.64) ગઇકાલે શીતળા માતાજીના મંદિર પાસે રસ્તો ક્રોસ કરતા હતા ત્યારે રીક્ષાના ચાલકે ઠોકરે લેતા તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. તેઓ બહારગામ ગયા હતા ત્યાંથી ઘરે જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. આ અંગે હાલ શાપર વેરાવળ પોલીસના સ્ટાફે ઈજાગ્રસ્ત વૃદ્ધનું નિવેદન નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SMC-રાજકોટ પોલીસ વચ્ચેના બિલાડી-શ્વાન જેવા સંબંધમાં ઊડીને આંખે વળગે તેવા શંકાસ્પદ મુદ્દાઓ
1 પંજાબથી દારૂ ભરેલી ત્રણ ટ્રક નીકળી અને રાજકોટ આવ્યાની બાતમી હતી તો એસએમસીને ગુજરાત બોર્ડર નજીકથી જ કેમ ટ્રક ન મળી?
2 એસએમસીનું નેટવર્ક રાજ્યભરમાં છે તો રાજકોટ સુધી દારૂ ભરેલી ટ્રક કેવી રીતે આવી ગયા?
3 દારૂ ભરેલી ત્રણ ટ્રકની બાતમી હતી તો એસએમસીની એક જ ટીમ કેમ બામણબોર આવી?
4 એસએમસીએ દારૂ ભરેલી ટ્રક પકડી તેનાથી 1000 મીટર દૂરથી જ એરપોર્ટ પોલીસે બીજી ટ્રક પકડી તો એસએમસીએ નજીકના વિસ્તારમાં કેમ તપાસ કરી નહીં?
5 બંને ટ્રક એસએમસીએ જ પકડી હતી?, ઉપરથી સૂચના આવતા એક ટ્રક સ્થાનિક પોલીસની કામગીરી માટે રાખી ?
6 એરપોર્ટ પોલીસને પણ ત્રણ ટ્રકની બાતમી હતી તો તેમણે કેમ ઉચ્ચ અધિકારીને અગાઉથી જાણ ન કરી? અને જો કરી હતી તો ક્રાઇમ બ્રાંચની ટીમને ઉચ્ચ અધિકારીએ કેમ કામે ન લગાડી?
7 પંજાબથી ગુજરાતમાં દારૂ ભરેલી ટ્રક રાજકોટ સુધી પહોંચી જાય ત્યાં સુધી એસએમસી અને જેતે શહેરના પોલીસ અધિકારીઓને કેમ ગંધ સુધા ન આવી?

અન્ય સમાચારો પણ છે...