સ્માર્ટ સિટી યોજના:ગ્રોથમાં અગ્રેસર થવા સ્માર્ટ સિટી રાજકોટ ગતિમાન

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ સ્માર્ટ સિટી ઉપરાંત બીજા રિંગ રોડથી લઈને પરશુરામ મંદિર પાસેનો એરિયા જે આજે સોનાની લગડી સમાન છે.
  • ધાર્યું પણ ન હોય તેવી એમિનિટીઝ ધરાવતા મકાનો અને કોમર્સિયલ સેન્ટર અહીં ઉપલબ્ધ થયા છે જે આધુનિકતાની સાથે ટેકનૉલોજિથી સભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે

ભારત સરકારની સ્માર્ટ સિટી યોજના અંતર્ગત જે 100 શહેરની પસંદગી કરવામાં આવેલ છે. એમાં રાજકોટનો પણ સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટ શહેરોમાં લોકોના જીવનમાં ગુણાત્મક સુધારા અને પરીવર્તન લાવવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે.

સ્માર્ટ સિટી એ આજના સમયની આવશ્યકતા છે કારણ કે ટેક્નોલોજીમાં થઈ રહેલા ઉત્તરોત્તર વિકાસને કારણે ડિઝીટાઇઝેશન વેગ પકડી રહ્યું છે. ડિઝીટલ યુગમાં વિકાસ પામતી દરેક એમીનિટીજ વર્લ્ડક્લાસ બનવી જોઈએ તેવી માંગ છે જેથી ત્યાં રહેતા અને કામ કરતાં લોકોને સુવિધાઓના કારણે સુગમતા રહે અને તેનો વિકાસ બમણી ગતિથી થાય એ જરૂરી બન્યું છે.

ઉપરાંત લોકોને વૈશ્વિક કક્ષાનું જીવનધોરણ મળે તે હેતુથી સ્માર્ટ સિટીનું ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટનું સ્માર્ટ સિટી બનવા પાછળનું કામ ખુબ જ વેગથી આગળ વધી રહ્યું છે. રાજકોટ મહાનગર પાલિકાએ સ્માર્ટ સિટી હેઠળના પ્રોજેક્ટ્સ સમયસર પુર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.

રાજકોટ શહેરમાં વિકાસ માટે વિવિધ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રૈયા વિસ્તારમાં ટીપી સ્કીમ નં 32માં વિકાસની કામગીરી ચાલુ છે. આ વિસ્તારમાં નાગરિકોને ફરવા માટે નવી ભેટ મળવા જઈ રહી છે જે અટલ સરોવરનું કામ આ વર્ષના અંત સુધી પૂરું થઈ જશે એવી આશા સેવાઇ રહી છે.

અટલ સરોવરનું કુલ ક્ષેત્રફળ 2,93,457 ચો.મી છે જેમાં વોટર બોડીનો કુલ વિસ્તાર 92,837 ચો.મી છે. જેને કરોડોના ખર્ચે ડેવલોપ કરવામાં આવી રહ્યું છે. આ સહિત આ વિસ્તારમાં જ ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ, બોટોનિકલ ગાર્ડન, બોટોનિકલ ક્લોક, સાઇકલ ટ્રેક, પાર્કિંગ એરિયા, વોક- વે, પાર્ટી પ્લોટ, ટોય ટ્રેન, ફેરી વ્હીલ, એમ્ફિથિયેટર , પાર્ટી લોન, ફૂડ કોર્ટ, ગ્રામ હાટ, મોન્યુમેન્ટલ ફ્લેગ વગેરે જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરવવામાં આવશે.

આ અટલ સરોવરના વિકાસથી આવનારા સમયમાં આસપાસના લોકો માટે હરવા ફરવા માટેનું એક સ્થળ મળી રહેશે. આવા સમયમાં પ્રોપર્ટીમાં રોકાણ માટે હાલ આ શહેરમાં સૌથી અનુકૂળ શહેર માનવમાં આવે છે. અમદાવાદ, મુંબઈ કે સુરત જેવી જગ્યામાં પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાવાળાઓ માટે હવે રાજકોટનું નામ પણ ખુબ જાણીતું બન્યું છે. રાજકોટ સ્માર્ટ સિટી ઉપરાંત બીજા રિંગ રોડથી લઈને પરશુરામ મંદિર પાસેનો એરિયા જે આજે સોનાની લગડી સમાન છે.

ધાર્યું પણ ન હોય તેવી એમીનિટીઝ ધરાવતા મકાનો અને કોમર્શિયલ સેન્ટર અહી ઉપલબ્ધ થયા છે જે આધુનિકતાની સાથે ટેકનૉલોજિથી સભર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરે છે. રાજકોટ જોવા જઈએ તો વર્ષોથી નાના ઉદ્યોગોનું હબ ગણવામાં આવે છે પણ તેની સાથે અહી નિકાસ ઉપર પર ખુબ ફોકસ કરવામાં આવે છે. આવનારા સમયમાં રાજકોટમાં વિદેશી મૂડીરોકાણ ચોક્કસ પણે વધવા પામશે જેના કારણે વેપાર અને રોજગાર જેવા ક્ષેત્રોમાં બમણી ગતિએ વિકાસ થશે.

અન્ય સમાચારો પણ છે...