તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:MPથી પિસ્તોલ મગાવનાર નાનામાત્રાનો શખ્સ પકડાયો, ત્રણ દિવસમાં બીજુ હથિયાર આટકોટથી પકડતી રૂરલ એસઓજી

રાજકોટ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પોલીસની એસઓજીએ ત્રણ દિવસમાં વધુ એક હથિયાર સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસની એસઓજીના પીઆઇ અજયસિંહ ગોહિલે આપેલી માહિતી મુજબ, પીએસઆઇ હિંગરોજા સહિતનો સ્ટાફ જસદણ પંથકમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે આટકોટ ગામે એક શખ્સ હથિયાર સાથે આંટા ફેરા કરતો હોવાની માહિતી મળી હતી. જેથી તુરંત આટકોટ ગામે ટીમ દોડી શખ્સને આંતર્યો હતો. તલાશી લેતા દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. પૂછપરછ કરતા તે વીંછિયાના નાનામાત્રા ગામનો ભરત ડેરવાળિયા હોવાનું જણાવ્યું હતું. અને ગામમાં ડખો હોવાથી સ્વબચાવ માટે મિત્ર મારફતે એમપીથી હથિયાર મગાવ્યાની કબૂલાત આપી છે. પકડાયેલા શખ્સ સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી તેના મિત્ર, સપ્લાયરની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો