મેઘમહેર યથાવત:રાજકોટમાં પોણા બે ઇંચ વરસાદ, રસ્તાઓ પાણી પાણી..., આજી-2 ડેમનો દરવાજો 1 ફૂટ ખોલવામાં આવ્યો

રાજકોટ5 મહિનો પહેલા
બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો.
  • રવિવારે એક કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો, સિઝનનો કુલ વરસાદ 13.50 ઈંચ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે સવારથી શહેરમાં ધીમીધારે વરસાદ શરુ થયો હતો અને બપોર પછી 4 વાગ્યા સુધીમાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે. બપોર બાદ શહેરમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. પડધરી તાલુકાના આજી-2 સિંચાઈ યોજનામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સાંજે 4 વાગ્યાની સ્થિતિએ 2 દરવાજા દોઢ ફૂટ ખોલવામાં આવ્યા છે. આથી નીચાણવાળા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને જરૂરી તકેદારી રાખવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

ડેમની હેઠળના ગામોને એલર્ટ કરાયા
આથી ડેમની હેઠવાસમાં આવતા પડધરી તાલુકાના અડબાલકા, બાઘી, દહીસરડા, ડુંગરકા, ગઢડા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા તથા રાજકોટ તાલુકાના કોઠારીયા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે.

શહેરમાં ઝોનવાઈઝ વરસાદના આંકડા
શહેરમાં બપોર બાદ 4 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 41.55 MM, ઇસ્ટ ઝોનમાં 38 MM અને વેસ્ટ ઝોનમાં 35 MM વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં સીઝનના વરસાદની વાત કરીએ તો ઇસ્ટ ઝોનમાં 231 મી.મી, વેસ્ટ ઝોનમાં 335 મી.મી અને સેન્ટ્રલ ઝોનમાં 342 મી.મી વરસાદ નોંધાયો છે. આમ સરેરાશ વરસાદ 11.91 ઇંચ જેટલો વરસાદ મનપાના ચોપડે નોંધાયો છે.

રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.
રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા.

રાજકોટ જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક
ફોફળ ડેમમાં 0.30 ફૂટ, વેણું-2 ડેમમાં 0.33 ફૂટ, આજી 1માં 0.52 ફૂટ, આજી 3માં 0.26 ફૂટ, ડોંડી ડેમમાં 5.74 ફૂટ, ન્યારી 2માં 0.49 ફૂટ, ખોડાપીપર ડેમમાં 1.64 ફૂટ, છાપરવાડી 1માં 0.66 ફૂટ અને ભાદર 2માં 0.16 ફૂટ પાણીની આવક થઈ છે.

આજી - 2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા.
આજી - 2 ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા.

TRBના જવાનોએ ખાડા બુર્યા
આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. જ્યાં કાલાવડ રોડ પર વરસાદને પગલે રસ્તા પર ખાડા પડ્યા હતા. એ સમયે પ્રિ-મોન્સૂન પ્લાનની વાતો કરતા મહાનગરપાલિકાના સતાધીશો અને કર્મચારીઓની પોલ ખુલી હતી. આવા સમયે જડુસ હોટેલ પાસે ફરજ તૈનાત TRBના જવાનોએ ખાડા બુર્યા હતા.હાલ સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે
સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે
TRBના જવાને ખાડા બુર્યા
TRBના જવાને ખાડા બુર્યા

ઉપલેટામાં પણ ઝાપટા વરસ્યા
આ ઉપરાંત રાજકોટના ઉપલેટામાં આજે સવારથી એક બાદ એક વરસાદના રાઉન્ડ આવી રહ્યા છે. વહેલી સવારે વાદળો ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું લોકો બજારોમાં નીકળ્યા છે ત્યારે વરસાદે લોકોના વ્યવહાર અને ખરીદીના સમયને ખોરવી નાખ્યો હતો. ગ્રામ્ય વિસ્તારના લોકો અને ખેડૂતો ખરીદી માટે આવ્યા છે ત્યારે વરસાદે તેમનો સમય વેડફી નાખ્યો હોવાનું સામે આવ્યું છે. વાવણી બાદ અને રજાઓ બાદ ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારના લોકો શહેર તરફ ખરીદી માટે આવતા હોય છે.

ઉપલેટામાં વરસાદી ઝાપટા વરસ્યા
ઉપલેટામાં વરસાદી ઝાપટા વરસ્યા
રેસકોર્સ રિંગ રોડ પર ઝાપટાં આવ્યા હતા
રેસકોર્સ રિંગ રોડ પર ઝાપટાં આવ્યા હતા

64 ટકા વધુ વરસાદ પડ્યો છે
નોંધનીય છે કે રાજકોટમાં રવિવારે સવારે વાદળછાયુ વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઝાપટાં આવ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે બપોરે 2 કલાકે વરસાદ શરૂ થયો હતો અને એક કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. બપોરે 2થી 3 સૌથી વધુ વરસાદ વેસ્ટ ઝોનમાં થયો હતો. ત્યારબાદ આખો દિવસ છૂટોછવાયો વરસાદ પડ્યો હતો. અત્યાર સુધી સિઝનનો કુલ વરસાદ 13.50 વરસાદ નોંધાયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 જૂનથી લઇને 10 જુલાઇ સુધીમાં સરેરાશ કરતા 64 ટકા વધુ વરસાદ પડ્યો છે.

કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો
કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો

વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે
1 જૂનથી 23 જૂન સુધી સૌરાષ્ટ્ર-કચ્છમાં 54 ટકા વરસાદની ખાધ હતી. ગત સપ્તાહે સાર્વત્રિક વરસાદ શરૂ થતા ચિત્ર પલટાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં જોઈએ તો સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદને બાદ કરતા તમામ જિલ્લામાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે. બંગાળની ખાડીમાં નવું લો પ્રેશર બની રહ્યું છે. જેની અસર આજથી શરૂ થશે. નવી સિસ્ટમ વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ હોવાને કારણે ફરી પાછો વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. દરિયાકાંઠના વિસ્તારોમાં 2થી 5 ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...