તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:અમરેલીના રાજુલામાં 1 ઈંચ વરસાદ પડતા ધાતરવાડી ડેમ ઓવરફ્લો, રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું

રાજકોટ4 મહિનો પહેલા
વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં - Divya Bhaskar
વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં
  • લાઠીમાં વરસાદના પગલે રસ્તા પર પાણી વહેતા થયા
  • વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે

વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની આગાહી કરી છે. ત્યારે અમરેલીના રાજુલામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેને લઈને રાજુલાનો ધાતરવાડી ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈને સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ભાવનગરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. જ્યારે રાજકોટમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું છે.

ધાતરવાડી-2 ડેમ ઓવરફ્લો થયો
ધાતરવાડી-2 ડેમ ઓવરફ્લો થયો

રાજુલાનો ધાતરવાડી ડેમ ઓવરફ્લો થયો
અમરેલી ડિલ્લામાં સતત અવિરત કમોસમી વરસાદના લઈને રાજુલાનો ધાતરવાડી ડેમ-2માં પાણીની આવક થઈ છે. જેથી શિયાળીની ઋતુમાં પ્રથમ વખત ઓવરફ્લો થતાં ડેમનો 2 ઈંચ દરવાજો ખોલવામાં આવ્યો છે. ડેમનો દરવાજો ખોલવામાં આવતા નિચાણવાળા વિસ્તારને એલર્ટ આપાવમાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં આખી રાત વરસાદ પડ્યો
અમરેલી જિલ્લાના રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આખી રાત અવિરત વરસાદ પડ્યો છે. વરસાદના પગલે સમગ્ર વિસ્તારમાં ચોમાસા જેવું વાતાવરણ છવાઈ ગયું હતું. બીજી તરફ લાઠી શહેર તેમજ તાલુકામાં વાતાવરણમાં પલટો થતાં વહેલી સવારમાં જોરદાર વરસાદ પડ્યો હતો. જેને લઈને રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા હતાં.ધારીમાં પણ વરસાદ પડ્યો છે.

આટકોટમાં ધીમીધારે વરસાદ
આટકોટમાં ધીમીધારે વરસાદ

આટકોટમાં વહેલી સવારથી જ વરસાદ
આટકોટમાં વહેલી સવારે વરસાદના ઝાપટાં પડ્યાં હતાં અને રસ્તાઓ પરથી પાણી વહવા લાગ્યાં હતાં. જેને લઈને ખેડૂતોને શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતી સતાવી રહી છે. ઘઉં અને ચણા સહિતનાં રવિપાકને ભારે નુકસાની રહેવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી ફેલાઇ ગઇ છે. વહેલી સવારે ચાર વાગ્યે વરસાદ પડતા રસ્તા પરથી પાણી વહી ગયા હતાં.

બેડી યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો
બેડી યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી ગયો

રાજકોટ બેડી યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પલળી ગઈ
સૌરાષ્ટ્રમાં માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઉભી થઈ છે. રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં 1 લાખ ગુણી મગફળી પાણીમાં પલળી જતાં લાખોનું નુકસાન થયું છે. જેતપુરમાં માર્કેટ યાર્ડમાં મગફળીનો જથ્થો પલળી જતા મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે.

રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ
રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહીનાં પગલે રાજકોટમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો
વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો

વરસાદ પડતાં ધરતીપુત્રોને પાકને નુકસાન જવાની ભીતી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કાલે સાંજથી ક્યાંય ઝરમર તો ક્યાંય ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આ કમોસમી વરસાદના પગલે ધરતીપુત્રોને પાક નુકસાન જવાની ચિંતા સતાવી રહી છે. મહત્વનું છે કે ચોમાસામાં વધુ વરસાદ પડતાં મગફળી સહિતનાં પાકને મોટું નુકસાન થયું હતું. ત્યારે ફરી માવઠાના એંધાણ જોવા મળતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. બીજી તરફ જસદણ માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લામાં રાખેલી મગફળી બગડી ગઈ હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા અતિવૃષ્ટિનો માર પડયો હતો અને હવે શિયાળાના આ માવઠામાંથી અમને નુકસાની સહેવાનો વારો આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં ધીમીધારે વરસી રહેલા વરસાદે ઠંડીમાં વધારો કર્યો
ભાવનગર શહેર અને જિલ્લાના સિહોર, ઘોઘા, તળાજા, મહુવા, ગારીયાધાર, પાલિતાણા, સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની બે દિવસ માવઠાની આગાહી વચ્ચે ગઈકાલ બપોર બાદ વરસાદનો પ્રારંભ થયો હતો. ધીમીધારે વરસી રહેલા વરસાદે ઠંડીમાં વધારો કર્યો હતો. શહેરોના માર્ગો પર વરસાદને કારણે લોકોની અવરજવરમાં અસર પડી છે અને જનજીવન પણ સામાન્ય રીતે પ્રભાવિત થયું છે. જ્યારે મોડી રાત્રીથી શહેર જિલ્લામાં સતત વરસાદ ધીમી ધારે વરસતા શિયાળુ વાવેતરને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.જિલ્લામાં ખેડૂતોએ ડુંગળી,ઘઉં, જુવાર, સહિતના પાકોનું ભરપૂર વાવેતર કર્યું હોય અને માવઠાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો
સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો અને સાંજના સમયે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો પર પડ્યા પર પાટા જેવો ઘાટ આ વર્ષે થયો છે. અગાઉ ચોમાસુ પાકમાં અતિવૃષ્ટિનો માર સહન કરી ચૂકેલા ધરતીપુત્રોને હવે શિયાળુ પાકમાં માવઠાનો માર પડ્યો છે. આ માવઠાથી વાતાવરણમાં પણ બપોરે ગરમી અદૃશ્ય થઇ ગઇ હતી અને તાપમાનમાં બપોરે 2 ડીગ્રી સેન્ટિગ્રેડનો ઘટાડો થયો હતો.

ધારીમાં વહેલી સવારથી જ વરસાદ
ધારી પંથકમાં ગઈકાલ સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને મોડી સાંજે ઝાપટાં રૂપી વરસાદ પડ્યો હતો અને રાત્રિ દરમિયાન પણ વરસાદ ઝરમર ચાલુ રહ્યો હતો અને વહેલી સવારે જોરદાર ઝાપટું પડી ગયું હતું અને રોડ પર પાણી વહી ગયા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોને શિયાળુ પાકમાં પણ ભારે નુકસાની વેઠવી પડી રહી છે અને હવે કોરોનાની સાથે સાથે અન્ય રોગચાળો ફેલાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે.

(જયદેવ વરૂ-અમરેલી, કરસન બામટા-આટકોટ, ભરત વ્યાસ-ભાવનગર, અરૂણ વેગડા-ધારી, વિશાલ ડોડીયા-લાઠી)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો