નિર્ણય:કેશ ક્રેડિટની સવલત લેવા છતાં સી ફૂડના વેપારીને સવલત ન આપનાર બેંકને ફટકાર

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાવળના વેપારીની ફરિયાદને પગલે જૂનાગઢ ગ્રાહક તકરાર નિવારણનો ચુકાદો

જૂનાગઢની ગ્રાહક તકરાર નિવારણ કમિશને ગ્રાહક સાથે ખામીયુક્ત સેવા બદલ પંજાબ નેશનલ બેંકને ફટકાર લગાવી વેપારીની તરફેણમાં ચુકાદો આપ્યો છે. વેરાવળમાં પારસ સી ફૂડનો વેપાર કરતા સોયબ નુરમહમદભાઇ સોપારિયાએ એડવોકેટ સંદીપ જોશી, શૈલેન્દ્રસિંહ જાડેજા મારફતે જૂનાગઢ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ મચ્છી તેમજ દરિયાઇ પેદાશનો વેપાર કરતા હોવાને કારણે વિદેશમાં સી ફૂડ એક્સપોર્ટ કરે છે. પંજાબ બેંકમાં પેઢીનું ખાતું ધરાવે છે.

તેમણે પંજાબ નેશનલ બેંક પાસેથી રૂ. 70 લાખની કેશ ક્રેડિટ મેળવી હતી. લોનની રકમની રક્ષણ માટે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનને નિયમ મુજબ પ્રીમિયમ ચૂકવતા વર્ષ 2012માં આ પેઢીએ લાખો રૂપિયાનો માલ શ્રીલંકાની બે પેઢીને મોકલાવ્યો હતો. નિકાસ સંબંધે ફરિયાદીએ બેંક પાસેથી પેકિંગ ક્રેડિટની સવલત મેળવેલ અને બંને બિલ સંબંધેના તમામ કાગળો બેંક સમક્ષ જમા કરાવેલ હતા. વિદેશી આયાતકાર બિલની રકમ ભરપાઈ નિષ્ફળ જાય તો બેંક દ્વારા પોલિસી મુજબની કાર્યવાહી હાથ ધરી ક્લેમ કરવાનો રહે છે. ત્યારે પંજાબ નેશનલ બેંકે કોઇ કાર્યવાહી કરી ન હતી.

જેને લઇને વેપારીએ જૂનાગઢ ફોરમમાં ફરિયાદ કરી હતી. ફરિયાદને પગલે બચાવ પક્ષ દ્વારા એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન અને ફરિયાદી વચ્ચે કોઇ કરાર થયા નથી એટલે તે ગ્રાહક ન ગણાય. તેમજ બેંકનું લેણું ડૂબે તો જ પોલિસી મુજબ ક્લેમ કરવાનો રહે છેનો બચાવ કર્યો હતો. બીજી તરફ ફરિયાદપક્ષની રજૂઆતોને ધ્યાને લઇ જજ વાય.ડી. ત્રિવેદીએ રૂ. 34,96,618ની ફરિયાદ મંજૂર કરી 30 લાખ પેકિંગ ક્રેડિટ સવલતમાં જે વ્યાજ નક્કી થયેલ હોય, તે રકમ ઉપર તે વ્યાજદર સહિત રૂ. 4,96,618 ની રકમ ઉપર 14.25 ટકા લેખે વ્યાજ ચૂકવી આપવા ં તથા યાતનાના વળતરપેટે રૂ. 1,00,000 તથા ફરિયાદ ખર્ચની રકમ રૂ.35,000 ચૂકવવા બેંકને હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...