કાર્યવાહી:વડોદરામાં દારૂની મહેફિલમાં બે યુવતી સહિત છ ઝડપાયા

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ બર્થડેમાં પાર્ટી રાખી હતી

વડોદરાની ગોત્રી પોલીસે અમદાવાદના વસ્ત્રાપુરમાં રહેતી બે યુવતી ઉપરાંત વડોદરામાં રહેતી અને બર્થડે પાર્ટીનું આયોજન કરનારી યુવતી સાથે શ્રેય ઓમપ્રકાશ મિશ્રા (ઊં.28 રહે. 13-298, સર્વેશ્વર ફ્લેટ, ગોરવા, વડોદરા), સાર્થક ઉર્ફે સારથી વિજયપ્રકાશ મિશ્રા (ઊં.25, સર્વેશ્વર ફ્લેટ, ગોરવા, વડોદરા)અને મનન હેમંતભાઇ દેસાઇ (ઊં.25 કેન્દ્રનગર સોસાયટી, સુખધામ મંદિર, ઉમા ચાર રસ્તા, વાઘોડિયા રોડ વડોદરા)ને પકડી પાડ્યા હતા.

ગોત્રી પોલીસે દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા તમામ યુવક અને યુવતીઓ પાસેના 6 મોબાઇલ ફોન, બે મોપેડ સહિત રૂપિયા 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સાથે પોલીસે તમામને તપાસ અર્થે હોસ્પિટલ લઈ જઈ તેમની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, પોલીસ દ્વારા તમામ સામે કાયદાકીય કાર્યવાહી કરીને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...